________________ - સ્ટોપ એકટ 0-4-6 . ' ( ર૩૩) ' રાજાએ સેવક પાસે તત્કાળ પાલખી મંગાવી. પાલખીમાં મલયાસુંદરીને બેસારી, તે પિતાના મહેલમાં લઈ ગયે, અને સંરોહણી આષધિ મંગાવી તેને સર્વ વૃઉપર લગાવી દીધી આષધિના પ્રભાવથી તેને સર્વ વૃણે થોડા જ વખતમાં રૂઝાઈ ગયા. અનુક્રમે મલયાસુંદરીનું શરીર પુર્વની માફક કાંતિ અને શક્તિથી ભરપુર થઈ આવ્યું. ' ' * મલયાસુંદરીનું શરીર સાર થતાં, રાજાએ તેને એક જુદા મેહેલમાં રાખી. તેની સેવામાં અનેક દાસ દાસીઓ મૂક્યાં, અને સુંદર વસ્ત્રાલંકારોથી નિરંતર સત્કાર કરવા લાગ્યા. ચતુર મલયાસુંદરી ચેતી ગઈ. આ સન્માન ભવિષ્યમાં મને દુઃખરૂપ નિવડશે, એ તેણે નિશ્ચય કર્યો. ધર્મપરાયણ, પરોપકારી, મહાત્માઓ અને માતા, પિતા, ભાઈ ઇત્યાદિ સંબંધીઓ સિવાય, વિના પ્રજને જે સ્ત્રીને આદર, સત્કાર થતે હેય તે સમજવું કે અવશ્ય તેમાં કાંઈ ગુઢ સ્વાર્થ રહેલે છે, અને તે વખત જતાં કાળાંતરે પ્રગટ થાય છે. આ સર્વ સમજવા છતાં અત્યારે નિરૂપાય હેવાથી ભવિષ્યની રાહ જોતી, મલયાસુંદરી ધર્મધ્યાનમાં તત્પર રહી દિવસ ગુજારવા લાગી. * અનુમાન કરેલું ભવિષ્ય સત્ય થયું. રૂપ અને લાવણ્યતાની અદ્દભૂતતા જોઈ, કામી કંદર્પ રાજા ચમકાર પામે. દાસી દ્વારા મલયાસુંદરીને તેણે જણાવ્યું કે, " તુ મારી સ્ત્રી થવાને કબુલ થા. પટરાણીને પટાભિષેક તને જ કરવાને મેં નિર્ણય કર્યો છે. તારા મોહક, રૂપ અને ગુણ આગળ તારા આદેશમાં તત્પર રહેવાનું મને કાંઇ કઠણ નથી " ઈત્યાદિ શામ દામાદિ ભેદથી દાસીએ P.P. Ac: Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust