________________ ( 228 ) માલ ઉપર જકાતને 0-6-0. અનેક વિભાગને અનુભવ કરવા માટે જ આવી સ્થિતિમાં પણ તે જીવતી રહી હતી. તે વિચાર કરવા લાગી. હું ભર સમૃદ્રમાં આ મચ્છની પીઠ૫ર રહી છું. ચારે દિશાએ જળ જળાકાર સિવાય બીજું કાંઈ દેખાતું નથી. હવે આપણે તે. તૈયારી છે. આ મરછ પાણીમાં તળીએ ચાળે જાય તેટલીવાર.. જ મારે માટે જીવિતવ્ય શેષ જણાય છે. થોડા વખત પછી નિરાધાર સ્થિતિમાં મરવું પડશે. તે પહેલાં મારે જાગૃત થવું જોઈએ. મરવું અવશ્વે છે અને તે પણ નજીકમાંજ, તે નિરાધાઉના આધારરૂપ પરમાત્માનું શરણું, મરણ, અને અનશન વ્રત એ મારે અવશ્ય કરી લે છે, જેથી આત્મ અને પરમાત્મ આરાધનાપૂર્વક થયેલું મરણ, આગામી જન્મમાં સુલભબોધિતા, ધમિટ અને ઉચ્ચકુળમાં જન્મ, તથા અનેક અનુકુળ સંગેને મેળવી આપનાર થાય. " આ પ્રમાણે વિચાર કરી તે ધર્માત્મા સતીએ પંચપરમેષ્ટી મંત્રના સ્મરણ કરવા પૂર્વક અરિહંત, સિદ્ધ, સાધુ, અને ધર્મનું શરણ અંગીકાર કર્યું. આ જન્મમાં કરાયેલાં પાપને યાદ કરી, આત્મ અને પરમાત્મ સાક્ષીએ તેની માફી માગી. અનેક જામાં પર્યટન કરતાં જાણુથી કે અજાણુથી થયેલાં વેર, વિરોધ સર્વ જીવોની સાથે માનસિક કલ્પનાએ જમાવી દીધાં. અને સાગારિક અનશન અંગીકાર કર્યું કે, આ આફતમાંથી મુપ્ત થાઉં ત્યારે જ મારે ભેજન પાણીને ઉપગ લે. નહિતર યાવાત્ જીવિતપર્યત ચાર પ્રકારના આહારને ત્યાગ છે. આ પ્રમાણે દુકામાં અંત વખતની આરાધના કરી, તે સતીએ પર, ચપરમેષ્ટિ મહામંત્ર જાપ ઉચ્ચ સ્વરે જપ શરૂ કર્યો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust