________________ 194). રૂમાં ભેળ કરવાને એકટ 0-2-6 પૂછવી. આ સર્વ બીના હું જાણું છું અને અવસરે તને જણાવીશ. હમણું તું અંદર જા.. | મહાબળને આદેશ થતાંજ મલયાસુંદરી અંદરના ઓરડામાં ચાલી ગઈ. મહાબળ–કનકવતી ! આ મહેલની બહાર નજીકમાં એક ઘર છે તેમાં તમે જઈ રહે. ' 'મુખે મીઠી, પણ ચિત્તમાં દુષ્ટ તે કનકવતી કુમારે બતાવેલા આવાસમાં જઈ રહી. અને હળવે હળવે, નિરંતર મલયાસુંદરી પાસે આવ જા કરવા લાગી. . . - જ્યાં મનુષ્યને ભવિષ્ય ભૂલાવે છે, ત્યાં તેઓની તીક્ષણ બુદ્ધિ પણ કામ આવતી નથી. અણિશ્વાસમય રાજનીતી શીખવા છતાં વિશ્વાસે દોરાય છે. આ કારણથી જ એક ઘેર મહાન અપકાર કરનારને પણ મહાબળે રહેવાને સ્થાન આપ્યું, તેનાં કેવા ગંભીર વિપાકે ભોગવવા પડશે તે આપણે આગળ જતાં જાણશું. અથવા ખરી વાત એ છે કે કર્મના તીવ્ર વિપાકે આ ગળ મનુષ્યનું શાણપણ નકામું થઈ પડે છે. તે કનકવતીનું બેલવું, ચાલવું, હસવું, અને વાર્તાલાપાદિ એટલાં બધાં ચિત્તાકર્ષક હતાં કે, તેની પુર્તતા સરલ હૃદયને કુમાર બીલકુલ અટકળી ન શક્યા. હળવે હળવે કનકવતાનો. પગપેસારો રાજમંદિરમાં વધતો ગયો. હા . - નિષ્કારણવૈરીણું તે મલયાસુંદરીને મારવાનાં, કે તેવી જ કઈ મહાન વિપત્તિમાં ઉતારવાનાં, છિદ્રો નિરંતર જેવા લાગી. * કેટલોક સમય ગયા પછી, સંસારસુખાનુભવના ફળરૂપ, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust