________________ આબકારી એકટ 0-6-0 * (191 ) જણાવ્યું કે, અહીં ચોર આવ્યા છે, માટે હમણાં બોલ્યા વિના ઉભી રહે, અને તારી પાસે કાંઈ માલ હોય તે મને આપ, હું તેનું રક્ષણ કરૂં. મેં મારી પાસેની સર્વ વસ્તુ વિશ્વાસથી તેને સેંપી, એટલે તેણે મને એક પેટીમાં થોડે વખત છુપાઈ રહેવા જણાવ્યું. મારાં વસ્ત્રોમાંથી તેણે એક હાર અને કચ કાઢી લીધો. બાકીના સર્વ વસ્ત્રો પેટીમાં નાંખ્યાં. ચોરના ભયથી અને તેના કહેવાથી હું જ્યારે પેટીમાં પેઠી ત્યારે તે પાપીએ મંજુષાને તાળું મારી દીધું. પછી સંકેત કરી રાખેલ બીજા પુરૂષને. બેલાવી, તે પેટી ગળાનદીના પ્રવાહમાં તરતી મુકી દીથી, તે પેટી વહાણની માફક નદીમાં તરવા લાગી. મહાબળ–સુંદરી ! શું તેઓએ તે પેટી જાણી જોઈને નદીના પ્રવાહમાં ફેંકી દીધી ? તું તેઓને ઓળખે છે ? તેમ કરવાનું કારણ તું કાંઈ જાણે છે? કનકવતી–મારા નિષ્કારણ વેરી તેઓને હું બીલકુલ ઓળખતી નથી. મેં તેઓને કાંઈ અપરાધ કર્યો નહોતે. તેના કારણની મને કાંઈ ખબર ન પડી. મહાબળ–અરે ! વગર પ્રજને તેઓએ બહુ અયુકત કર્યું. એમ કહી મસ્તક હલાવ્યું ઠીક છે, પછી તે પેટી કયાં ગઈ? કનકાવતી–પુર જેસથી વહન થતા તે નદીના પ્રવાહમાં તણાતી પેટી, પ્રભાત થતાંજ, અહીં ધનંજયચક્ષના મંદીર પાસે આવી. લેભસાર નામના ચારે તે બહાર કાઢી. તાળું ભાગી 'હાર ઉઘાડયું. હું તેમાંથી બહાર નીકળી. મને જીવિત આપનાર તે ચોરની સાથે, હું અલંબગિરિના વિષમ પ્રદેશમાં આવેલા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust