________________ જુગાર એકટ 0-2-6 ( 183 ) ' 'એ અવસરે પોતાના કરેલા અપરાધને પશ્ચાત્તાપ કરતા સુરપાળ રાજાના નેત્રમાંથી અશ્રુધારા વહન થવા લાગી. મરતક હલાવી રાજા બોલી ઉઠ. એ કમનસીબ સુરપાળ ! પુત્રવધુ ઉપર આટલું બધું શત્રને ઉચિત આચરણ ! પ્રજા લોક–મહારાજા ! આમાં ખેદ કરવાનું કાંઈ કારણ નથી. આ સ્થળે ખરેખર અપરાધ અજ્ઞાનતાનેજ છે. પદમાવતી રાણીએ પુત્રવધૂને પોતાના ઉસંગમાં બેસારીને સ્નેહથી જણાવ્યું. પુત્રી ! તે તારે ખરો વૃત્તાંત તે અવસરે કેમ ન જણાવ્યો? અથવા તે તે અવસરે મોન કર્યું તે જ ઠીક કર્યું. કેમકે સાચી વાત કહેવા છતાં પણ તે અધટમાન વાત કોઈના માનવામાં નજ આવત. કયાં ચંદ્રાવતીપુરી અને કયાં પૃથ્વીસ્થાનપુર : વળી પુરૂષના રૂપમાં, એટલે તે વાત માનવી તે અસંભવિતજ લાગે. * પુત્રી ! અજ્ઞાનતાથી અમે તને કેવું અસહ્ય દુઃખ આપ્યું છે ? હા ! હા ! એ અવસરે તારું કાંઈ અનિષ્ટ થયું હોત તે અમારી કેવી સ્થિતિ થાત ! ખરેખર હજી અમારાં પુણ્ય જાગૃત છે તેથી આવું કષ્ટ પણ અમને શુભદય અર્થે થયું, પુત્રી ! આ અમારો અપરાધ તારે ક્ષમા કરવા ગ્ય છે. કેમકે કુળ બાળાઓ પરમાર્થની જાણ હોય છે. તારા જેવી ગુણશાલી રાજકુમારી સાથે વિધિપૂર્વક લગ્ન કરી, સત્યપ્રતિજ્ઞ રાજકુમાર, વધૂસહિત આવેલે દેખી અમે અમારા આત્માને અથવા મનુષ્ય જન્મને કૃતાર્થ માનીએ છીએ. અમારા સર્વ મનોરથે આજે સફલ થયા. આ દેહ પંજરમાંથી ઉડી જતે આત્મા અ જે સુખસાગરમાં નિમગ્ન થઈ રહ્યા છે. ' આ પ્રમાણે કહી રાણી પદમાવતીએ, પુત્રવધુ મલયાસુંદરીને P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust