________________ ( 10 ) ધર્મબીંદુ ગુજરાતી ટીકા સાથે. રૂ. 1-8-0 પતિને કાંઈ અપરાધ થયે છે ? આજે નિત્યની માફક પતિ તરફથી બીલકુલ માન ન મળવાનું કારણ શું ? વિગેરે સંકલ્પ કલ્પથી ઘેરાયેલી વલૂભાઓ નજીક આવી અને સાર્દ્ર હકળે તથા નમ્ર વચને પતિને પ્રાર્થના કરવા લાગી. સ્વામીનાથ ! શું આજે અમે કાંઈ આપના અપરાધમાં આવેલ છીએ ? આપ આટલા બધા ઉદાસ શા માટે ? થોડા વખત ઉપર આપ આ મહેલના ઝરૂખામાં આનંદમાં ફરતા હતા અને ચંદ્રાવતીની ભિા અવલોકતા હતા. આટલા ટૂંકા વખતમાં આપ આમ ઉદાસ શા માટે ? જે તે વાત આ સહચારિણીઓને જણાવવા લાયક હોય તે કૃપા કરી જણાવશે. " પિતાની પ્રિય વāભાઓને અવાજ કાને પડતાં જ તે જાગૃત છે, અને પ્રેમનાં વચનોથી બોલવા લાગ્યું કે, “પ્રિય વલ્લભાઓ ! આજે હું એક મેટી ચિંતામાં નિમગ્ન થયો છું. અને તેથીજ તમારા આગમનને હું જાણી શક્યો નથી. પણ મને આજે જે ચિંતા થઈ છે તેનું કારણ જુદું જ છે, અને તે ચિતામાં તમારે પણ ભાગ લેવાનું છે. આપણું આ શહેરના નિવાસી વણક પુત્ર ગુણવર્માએ હમણાં મારી પાસે આવી, પિતાને ઇતિહાસ સંભળાવ્યું છે, અને તે જ ચિંતાનું કારણ છે.” આ પ્રમાણે જણાવી મહારાજા વિરધવળ પાછો શાંત થઈ ગયે. મહારાણી ચંપકમાલા હાથ જોડી નમ્રતાથી રાજાને વિનંતિ કરવા લાગી. “મહારાજ! આપની ચિંતાનું કારણ આ સહચારિણીએને અવશ્ય જણાવવું જોઈએ. અમે આપના સુખે સુખી અને દુઃખ દુઃખી થનારી છીએ. આપના કહેવા મુજબ આ ચિંતામાં અમે P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust