________________ ગરનાર મહેમ્ય રૂ. 1-8-0 ( 9 ) mamman અને પ્રજાને નુકસાનીમાં ઉતરવા દે છે. આ પ્રમાણે પ્રજાની તત્કાળ દાદ નહિ સાંભળનારા રાજા કે અધિકારીઓ રાજા કે અધિકારને લાયક જ નથી. મારે મારી પ્રજાની ફરીયાદ ગમે તે વખતે સાંભળવી જ જોઈએ, અને તે પ્રયને સુખી કરવી જ જોઈએ. પ્રજા સુખી તો રાજા સુખી થાય છે. નહિતર પ્રજાના કળકળતા શ્રાપ રાજાને નિર્વશ કરી નરકની અસહ્ય યાતનામાં નાખે છે.” ઈત્યાદિ વિચાર કરી, રાજાએ તત્કાળ તે માણસને પિતાની પાસે બોલાવવા દ્વારપાળને આજ્ઞા કરી. દ્વારપાળ તેને અંદર તેડી લાવ્યું. તે યુવાન પુરૂષે અંદર આવી રાજાને નમસ્કાર કરી, ચરણ આગળ ભેટશું મુકાયું. કેટલીક વાર એકાંતમાં વાતચીત કરી શાંત ચિત્ત તે પાછો ફર્યો. - તે યુવાન પુરૂષના ગયા પછી મહારાજા વીરવળના મુખ ઉપર અકસ્માત્ ગ્લાનિ આવી ગઈ હસતું વદન શેકમાં ડુબી ગયું. મુખ પર ચળકતું રાજતે જ નિસ્તેજ થઈ ગયું. તેના દરેક રમમાં ચિંતા વ્યાપી ગઈ ઉંડા અને ઉષ્ણ નિઃશ્વાસ મુખમાંથી નીકળવા લાગ્યા. ટુંકાણમાં કહીએ તો રાજા નિચેષ્ટની માફક સ્તબ્ધ થઈ ગયા. - એ અવસરે રાણી ચંપકમાળા અને કનકવતી રાજાનો પાસે આવી ઉભી, પણ ધ્યાનમગ્ન ગીની માફક, ચિંતામાં એકાગ્ર થયેલા રાજાએ તેમને બીલકુલ બોલાવી નહિ iાતાના પ્રિય પતિ તરફથી આજે નિત્યની માફક કાંઈ પણ આદર માન ન મળવાથી તેઓ ગભરાઈ ગઈ. તેઓ ચિત્ત વ્યગ્ર થયું. વિચારવા લાગી કે, આજે સ્વામીની અમારા ઉપર આવી અકૃપા શા માટે ? અજાણતાં પણ શું અમારાથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust