________________ ઈજમેન્ટ એકટ ટીકાવાળો 0-12-0 ( 167) * રાણીના આવ્યા પહેલાંજ રાજા પ્રમુખ હજાર લોકે તે દિવ્ય જેવા માટે આવી પહોંચ્યા હતા. - તે અવસરે સર્પ પકડવા મોકલેલા ગારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. તેઓએ રાજાને નમસ્કાર કરી જણાવ્યું. મહારાજા અલંબાદ્રિ પહાડનાં અનેક શિખરો અને છિદ્રો ફરી ફરી આ એક સર્પ, ઘડામાં પુરીને લાવ્યા છીએ. તે કાજળથી પણ શ્યામ ઘણી લબાઈવાળો, અને જોતાં પણ ભય આપે તે છે. ( આ પ્રમાણે કહી ઘટ રાજા પાસે મૂકો. રાજાએ તે ઘટ ધનજય ચક્ષના મંદિરમાં મૂકાવ્યું અને કેટવાળને આદેશ કર્યો કે તે પુરૂષને અહી લાવે. રાજાને આદેશ થતાંજ, અનેક શાસ્ત્રવાળા રાજપુરૂષોથી ઘેરાયેલા તે પુરૂષને ( મલયાસુંદરીને ) રાજાની પાસે લાવ્યા. મહાન તેજસ્વી આ પુરૂષને જોઈ, રાણી અને સર્વ પ્રજાલક આપસમાં બોલવા લાગ્યા. અરે ! આવી સુંદર આકૃતીવાળે. પુરૂષ શેર હેય એવો સંભવ થે પણ અશક્ય છે. જે જળથી અગ્નિ ઉત્પન થાય, ચંદ્રથી અંગારાને વરસાદ થાય અને અમૃતથી ઝેર પ્રગટ થાય તો આ પુરૂષથી અકાર્ય થઈ શકે. પ્રજાક-મહારાજા ! આવું દિવ્ય આ પુરૂષને આપવું ગ્ય નથી રાજા-દિવ્ય આપવામાં કઈ પણ જાતને દેષ નથી. જેમ જાતીવાન સુવર્ણ અગ્નિમાં નાખવાથી વિશેષ પ્રકારે તેજવાન થઈ શુદ્ધ થાય છે, તેમજ જે આ પુરૂષ નિર્દેશ હશે તે તેની કીર્તિમાં વધારો થશે. રાજાના આ ઉત્તરથી લોકો માની રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust