________________ ટ્રસ્ટ એકટ -8-0 ( 15 ) . રાજા-ગારૂડીકોને બોલાવે. અલંબાદ્રિ પહાડની મેખલામાંથી એક ભયંકર સપને પકડી લાવવા તેમને કહો. રાજાને આદેશ થતાં કેટલાએક ગરૂડીઓ સર્ષ લાવવા માટે પહાડ તરફ ગયા રાજાએ, કુમારનાં વસ્ત્ર અને કુડલાદિ મલયાસુંદરી પાસેથી ઉતરાવી લીધાં, અને કેટવાળની દેખરેખ નીચે તેન સોંપી. . એ અવસરે પદ્માવતી રાણીની દાસી સભામાં આવી, અને ઘણી દીલગીર થઈ રાજાને કહેવા લાગી. મહારાજા ! રાણી પદ્માવતી આપને વિનંતિ કરે છે કે, ગુણાલય મહાબળકુમારની, અદ્યાપિપર્યત શોધ લાગી નથી. તેણે કહેલ આજે પાંચમો દિવસ છે. કુમાર જીવતા હોય તો તે અપવ્યા સિવાય ન રહે. લક્ષ્મીપુંજ હારના પણ કાંઈ સમાચાર મળ્યા નથી. જ્યાં કુમારની હૈયાતીને જ અભાવ સમજાતો હોય ત્યાં હાર પ્રાપ્તિની આશા રાખવી તે વ્યર્થ જ છે. દુર્લભ કુમારના અભાવે હું મારૂં જીવિતવ્ય ધારી શકવાને અસમર્થ છું. આજ પતિ મેં આપને દુવિનય કે અપરાધ કર્યો હોય તે ક્ષમા કરશે. અને મને આજ્ઞા આપે, એટલે અલંબાદ્રિના શિખરથી ભ્રપાત કરી (jપાપાત કરી ) હું શાંતિ પામું. રાજા–દાસી ! રાણીને હિમ્મત આપ. અને મારા તરફથી જણાવ કે, આ દુસહ દુઃખ આપણ બન્નેને સરખું જ છે. કુમારની શોધ માટે મેં ચારે બાજુ માણસો મોકલામાં છે. તપાસ કરીને તેઓને આવવા દ્યો કુમારના કોઈ પણ સમાચાર મળી આવશે. કેમકે હજી આજે પાંચ દિવસ છે. કુમારનાં સમાચાર જે આજે નહિ મળે તે કાલે જેમ યંગ્ય જણાશે તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust