________________ 6) ચંદ્રશેખરને મોટા અક્ષરને રાસ. રૂ, 1-0-00 આ શ્રદ્ધાન થયા પછી તે પ્રમાણે વર્તન કરવાની ઈચ્છા થાય છે; અને તે પ્રમાણે વર્તન કરાતાં આત્મા પોતાના વિશુદ્ધ સ્વરૂપને પામી શકે છે આથી એટલે કુતિતાર્થ થયે કે જ્ઞાનથી સત્ય વસ્તુ જણાય છે; દર્શનથી તેમાં શ્રદ્ધાન કરાય છે, અને ચારિત્રથી તે માફક વર્તન કરાય છે. અથવા સત્ય વસ્તુને જાણવી તે જ્ઞાન, તેને નિશ્ચય તે દર્શન; અને જેવું જાણ્યું તથા સદ્ધ છે તેવું જ અનુભવવું તે ચારિત્ર; આ ત્રણ ધર્મ છે, તેમાં જ્ઞાન મુખ્ય છે. તે સિવાયનાં પાછલાં બે અંગે હોતાં નથી, વ્યવહાર રૂપમાં હોય છે. તે તેથી સંસારની વૃદ્ધિ થવાનાં કારણરૂપ શુભાશુભ કર્મોની જ પ્રાપ્તિ થાય છે. - અદષ્ટાથનું પ્રકાશક જ્ઞાન ત્રીજું નેત્ર છે. ગાઢ અજ્ઞાન અંધકારને દૂર કરનાર જ્ઞાન બીજું સૂર્યબિંબ છે. તે સૂર્યથી પણ ચઢે છે. જ્ઞાન નિષ્કારણ બંધુ છે. જ્ઞાન સંસાર સમુદ્રમાં પ્રવહણ ( જાહોજ ) તુલ્ય છે. રબલના પામતા અશક્ત મનુ ને પણ જ્ઞાન સહાયક યષ્ટિ ( લાકી ) સમાન છે. વધારે શું કહીએ ? હદય ગુફામાં પણ પ્રકાશ કરનાર જ્ઞાન નહિ બુઝાય તેવે દીપક છે. આ કર્મનો સિદ્ધાંતનું જ્ઞાન બહુજ મનન કરવું જોઈએ, અને તે દરેક પ્રસંગે ક્રિયામાં મૂકવું જોઈએ. દુઃખદાઈ સંગમાં તેને મુખ્ય (આગળ) કરવું જોઈએ અને ધૈર્યતાથી તેવા પ્રસંગો - લંઘવા જોઈએ. એક લેકના અર્થની વિચારણાથી મલયાસુંદરી મહાન દુઃખ સમુદ્રને પાર પામી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust