________________ ( 14 ) ભકત બેડાણ 0-4-0 - આપે છે તે વાત સત્ય છે એમ માનવામાં કાંઈ હરકત નથી. રાણીનો અભિપ્રાય મેળવી, રાજાએ મલયાસુંદરીને પોતાની પાસે બોલાવી અને તેની પાસે હાર મા. પ્રથમ તે કુમારી સંભ્રાંત થઈ, પછી ભય પામી અને છેવટે ડીવાર વિચાર કરી તેણે ઉત્તર આપે કે, " પિતાજી તે હાર મારી પાસેથી ચેરાઈ ગયા હોય તેમ જણાય છે. તપાસ કરતાં મને મળતું નથી.” આ ઉત્તર મળતાજ કોધથી રાજાનાં નેત્રે લાલ થઈ આવ્યાં, હોઠ ફરવા લાગ્યા, શરીર કંપવા લાગ્યું. જેથી રાજ બેલી ઉઠયો. " અરે પાપિછું. મારી પાસેથી દૂર જા, તારે મુખ ન બતાવ. તારાં કર્તવ્યની મને ખબર પડી છે.” - આ તરફ ચંપકમાલા પણ તિરસ્કાર કરી ફીટકાર દેવા લાગી. માતા સહિત પિતાને કોધાતુર થયાં જાણું મલયાસુંદરી તત્કાળ ત્યાંથી પાછી ફરી પિતાના મહેલમાં આવી. : મુખપર શોકની છાયા છવાઈ રહી. અરે ! આ શું? સ્નેહી માતા, પિતાના સંબંધમાં કાંઈપણ અપ્રિય કર્યું હોય તેમ બીલકુલ મારા ધારવામાં નથી. મારાપર બનેને આવડે કપ શામાટે ? વહાલામાં વહાલી વસ્તુ ચેરાઈ ગઈ કે નાશ પામી, એમ કઈ વખત બન્યું હશે, છતાં તેઓએ આ કપ કોઈપણ વખત કર્યો નથી. મારા૫ર પિતાજી જરા માત્ર ગુસ્સે થતા નહોતા આજે આવે અસહ્ય કે શા માટે ! આ કારણની મને કાંઈ ખબર પડતી નથી. હશે શું થશે વિગેરે મુખથી બોલતી, હૃદયથી ઝુરતી, દુઃખણી થઈ રાજમહેલમાં ઉદાસીન પણે આવી બેઠી. રાજાએ ચપકમાલાને જણાવ્યું, દેવી! આ દુષ્ટ હૃદયવાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust