________________ તેમના ગૃહાંગણે પુનિત પગલાં કરાવેલા, વાજતે-ગાજતે 5 આ. ભ.શ્રી પધારતાં મંગલ પ્રવચન કરેલ. વિ. સુ. 5 ના પૂ.પાદશ્રી સપરિવાર દશા પોરવાડ સેસાયટી–પાલડીમાં પધારેલ. નિયમિત પૂ.પાદશ્રીના પ્રવચને થતાં હતાં. સુ. ૧૩ના કલકત્તાનિવાસી સંઘવી શ્રી હરખચંદજી કાંકરીયાજી તેમજ ઉદારદિલ સંઘવી તારાબેન કાંકરીયાજીની વિનંતિથી બગીચામીલ નં. રના કંપાઉંડમાં શ્રી સમવસરણ જિન મંદિરના ખનન મુહૂર્ત પ્રસંગ પર પૂ. આ. ભ.શ્રી ત્યાં પધારેલાં ને તેઓ શ્રીમદના વરદ હસ્તે જિનાલયના ખાત મુહૂર્તને શુભ આ પ્રસંગ ઉજવાયેલ. ' ત્યારબાદ પૂ.પાદશ્રી સપરિવાર જૈન જ્ઞાન મંદિર કાળુપુર રેડ પધારેલ. તેઓ શ્રીમદના પ્રવચને નિયમિત થતા હતા. જનતા સારી સંખ્યામાં લાભ લેતી હતી. એકંદરે પૂ.પાદશ્રી સપરિવારની શુભ નિશ્રામાં સુંદર રીતે જૈન શાસનની પ્રભાવના વિસ્તરતી રહી છે. વૈ. સુ. 11 સં. ૨૦૩૮ના પુણ્ય પવિત્ર દિવસે પૂ.પાદશ્રી પિતાના નિર્મલ ચારિત્ર પર્યાયના 25 વર્ષ પૂર્ણ કરે છે. આપણે શ્રી અરિહંત પરમાત્માને પ્રાથએ છીએ કે પૂ.પાદ આ. ભગવંત પોતાના શિષ્ય-પ્રશિષ્ય પરિવાર સહ જૈન શાસનની રત્નત્રયીની નિર્મળ આરાધના દ્વારા શાસનના સિદ્ધાંતની રક્ષા તથા જૈન શાસનની અનુપમ પ્રભાવના કરતાં માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક અપ્રતીમ બળ શક્તિ તેમજ સામર્થ્ય દ્વારા જૈન શાસનમાં અમર રહે! વૈશાખ સુદિ પૂર્ણિમા વી. સં. 2508 નિવેદક, વિક્રમ સં. 2038 સદ્ગુરુદેવ ગુણાનુરાગી તા. 8-5-82 " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust