________________ ઉપાશ્રયમાં નિયમિત પ્રવચન આપતા. ને અન્ય અનેક પ્રકારની શાસનની પ્રવૃત્તિઓમાં તેઓશ્રીએ છ-છઠ્ઠથી વષીતપની મહાન તપશ્ચર્યા નિર્વિધન રીતે ઉલાસપૂર્વક પૂર્ણ કરેલ. બાદ વિ. સં. ૧૯૯૮માં બીજા વર્ષીતપને પ્રારંભ કરેલ. વિ. સં. ૨૦૦૦ની સાલમાં છઠ્ઠ-છથી ત્રીજા વર્ષીતપને પ્રારંભ કરેલ ને છ મહિના બાદ ઉપવાસથી વર્ષીતપ પૂર્ણ કરેલ, વિ. સં. ૨૦૦૨માં 4 વર્ષીતપ પૂ.પાદશીએ શરૂ કરેલ ને વિ. સં. ૨૦૧૬ની સાલમાં પાંચ વષતપ સિદ્ધક્ષેત્રની પુણ્યપાવન તીર્થભૂમિમાં શરૂ કરેલ. ને ચાલુ વર્ષીતપે રાણપુર, ધંધુકા, ખંભાત, અમદાવાદ, ભેચણી થઈને શ્રી શંખેશ્વરજી તીર્થમાં નિવિંદને પૂર્ણ કરેલ. - છઠ્ઠો વર્ષીતપ કચ્છ-ભુજમાં વિ. સં. ૨૦૧૮માં પ્રારંભ કરેલ, તે શંખેશ્વરજી તીર્થમાં પિષ દશમી કરીને અઠ્ઠમ કરીને પારણા શંખેશ્વરછ, સુરેન્દ્રનગર થઈને શ્રી સિદ્ધગિરિજીની પુણ્ય પવિત્ર છત્રછાયામાં નિવિંદને પૂર્ણ કરેલ. સાત વર્ષીતપ વિ. સં. ૨૦૨૧માં શ્રી શંખેશ્વરજી મહાતીર્થની પુણ્ય ભૂમિમાં પૂ.પાદશ્રી આચાર્ય ભગવંતશ્રીએ શરૂ કરેલ, ને પાટણથી વૈ. સ. ૭ના વિહાર કરી, તારંગાજી, ઈડર, ડુંગરપુર, કેસરીયાજી, વાંસવાડા, શૈલાને થઈ રતલામની ભૂમિમાં ચાતુર્માસાથે પધારેલ, ચાતુર્માસ બાદ વડનગર, ઉજજૈન, મક્ષીજી, દેવાસ, ઇંદોર, માંડવગઢ, પાવલ થઈને તેઓશ્રી ગુજરાતમાં પધારેલા ને પાટણમાં તેઓશ્રીએ વિ. સં. ૨૦૨૨માં પારણું કરેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust