________________ I5 સપરિવાર ધીણેજ, ગાગાજ, વડાવલી થઈને ચાણસ્મા પધાર્યા. પૂ.પાશ્રીનું જાહેર વ્યાખ્યાન બપોરે થયેલ. અત્રે શાંતિનગર (અમદાવાદ) જૈન સંઘના આગેવાને પૂ.પાદ શ્રીમદને આગામી વિ. સં. ૨૦૩૭ના ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવેલ. પૂ.પાદશ્રી સપરિવાર ત્યાંથી વિહાર કરીને કંઈ પધારેલ. બાદ હારીજ, મુંજપુર થઈને પૂ.પાદશ્રી સપરિવાર શ્રી શંખેશ્વરજી મહા તીર્થની પરમ પવિત્ર છાયામાં પધારેલ. શ્રી દેરાસરજીની પેઢી તરફથી પૂપાદશ્રી સપરિવારનું સામૈયું થયેલ. આજે લગભગ 12 વર્ષ બાદ મહાપ્રભાવશાળી કલિકાલ કલ્પતરૂ શ્રી શંખેશ્વરજી મહાતીર્થ ધામમાં દાદાની યાત્રા કરીને પૂ. પાદશી સપરિવારે પરમ આનંદ અનુભવેલ. ફા. સુ. ૧ના પુણ્ય દિવસે ગચ્છાધિપતિ પરમ તારક પરમ ગુરુદેવ આચાર્ય ભગવંતશ્રી સપરિવાર ભવ્ય સામૈયા સહ પધારતાં શ્રી સંઘમાં આનંદમંગળ વત રહેલ. ફા. સુદ ૩ના તેઓ શ્રીમદનાં વરદ હસ્તે અનેક મહાભાગ્યશાળી મુમુક્ષુ ભવ્યાત્માઓને ભવ્ય દીક્ષા મહોત્સવ સુંદર રીતે ઉજવાયેલ. ફા. વદ ૧ના પૂ. ચરિત્રનાયક આચાર્ય ભગવંતશ્રી સપરિવારને તરણતારણ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રાર્થે તે તરફ વિહાર થયેલ. પંચાસરા, વડગામ, દસાડા, માંડલ થઈને પૂ. પાદશી સપરિવાર શ્રી ઉપરિયાજી તીર્થમાં પધાર્યા. ત્યાંથી તેઓશ્રી વિહાર કરી બજાણા, ખેરવા, વણ, સુરેંદ્રનગર પધારતાં શ્રી સંઘ તરફથી ભવ્ય સામૈયું થયેલ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust