________________ પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજીની પ્રભાવક પુણ્ય નિશ્રામાં પૂ. આચાર્યદેવશ્રી વિજયકનચંદ્રસૂરિજી મ.શ્રી આદિનું વિ. સં. ૨૦૩૫નું મંગલમય ચાતુર્માસ થયું. પૂ પાદ ગચ્છાધિપતિ શ્રીના કેત્તર પ્રભાવથી આ ચાતુર્માસમાં અભૂતપૂર્વ શાસન પ્રભાવના થઈ. શ્રી નગીનભાઈ જૈન પૌષધશાલા સ થે જેમાં મુંબઈનિવાસી પાટણના ધર્માત્મા ઉદારદિલ મહાનુભાવોને સારો ફાળે હતે. આ ચાતુર્માસમાં સાધર્મિક ભક્તિ વૈયાવચ્ચે આદિ કરીને ઘણું ઉદારતાપૂર્વક લાભ લીધે હતે. પૂ.પાદ આચાર્ય દેવશ્રીની શારીરિક પ્રકૃતિની પ્રતિકુળતાના કારણે પાટણ નગરમાં શ્રી નગીનભાઈ જૈન પૌષધશાલામાં સ્થિરતા થઈ અને પૂ.પાદ ગચ્છાધિપતિની આજ્ઞાથી શ્રી સંઘની વિનંતી હોવાથી વિ. સં. ૨૦૩૬માં પૂ. આ. મા શ્રી વિ.કનકચંદ્રસૂ. મ. તથા પૂ. ઉપા. મ.શ્રી મહિમાવિ. ગણિવરશ્રી આદિનું ચાતુર્માસ પાટણમાં નક્કી થયું. ચાતુર્માસ પ્રવેશ અષાડ સુ. 7 ના થયે. શ્રી રિખવચંદ મુલચંદ પરિવાર તરફથી સુંદર સામૈયું તથા પ્રભાવના થઈ. શ્રાદ્ધદિનકૃત્ય સૂત્ર ઉપર ચાતુર્માસમાં પૂ. પાદશ્રીના નિયમિત પ્રવચન થતાં હતાં, શ્રી સંઘ સારી રીતે શ્રવણને લાભ લેતે હતે. આ ચાતુર્માસમાં અઠ્ઠમ તપની આરાધના થઈ પર્યુષણ મહાપર્વની શાનદાર પ્રભાવક આરાધના થઈ. ચાતુર્માસ પરિવર્તનને લાભ શ્રી કેશવલાલ કિલાચંદભાઈએ ઉદારતાપૂર્વક લીધે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust