________________ 72 પૂ. પાદશ્રીએ સપરિવાર ત્યાંથી મુંડારા, વાલી લુણાવા, સેવાડી થઈને રાતા મહાવીરજી તીર્થની યાત્રા કરી. ત્યારબાદ શ્રી નવપદ આરાધક સમાજ-મુબઈના શ્રદ્ધાનિક પદાધિકારી શ્રી હિંમતલાલજી વનેચંદજી, શ્રી હીરાભાઈ મણિલાલ તેમજ લાલચંદજી આદિની બ્રાહ્મણવાડા તીર્થમાં ઓળીની આરાધના માટે આગ્રહપૂર્વકની વિનંતિથી પૂ.પાદશ્રી વિજાપુર શિવગંજ, બેડા, નાણું, નાંદીયા આદિ રાજસ્થાનની પંચતીર્થોની યાત્રા કરી બ્રાહ્મણવાડામાં પધાર્યા. ત્યાં શ્રી નવપદ ભગવંતની મૈત્રી શાશ્વતી ઓળીની આરાધના પૂ.પાદ સૂરિદેવશ્રી આદિની પુણ્યનિશ્રામાં ધામધૂમથી ઉલાસપૂર્વક થઈ. ચૈત્ર સુ. 13 ભ. શ્રી મહાવીરદેવને જન્મ કલ્યાણક મહત્સવ સુંદર રીતે થયો હતા. રથયાત્રા સાથે સાધર્મિક વાત્સલ્ય થયું હતું. બ્રાહ્મણવાડાથી વિહાર કરી પૂ પાદ શ્રી સપરિવાર સ્વાગત સાથે પીંડવાડા પધાર્યા. ત્યાં પૂ.પાદ ગચ્છાધિપતિ પરમ શાસન પ્રભાવક પરમ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. શ્રીનાં વરદ્ હસ્તે વૈશાખ સુદ ૩ના શુભ દિવસે મંગલ મુહૂતે 12 ભાગ્યશાળી પુણ્યવાનની ભાગવતી દીક્ષા ધામધૂમપૂર્વક થઈ. અને બીજા 18 પુણ્યશાલીઓની વડી દીક્ષા થઈ. આ દિવસેમાં પણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયેલ. પાટણનગરમાં પ્રભાવક ચાતુર્માસ , પૂ.પાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયકનચંદ્રસૂરીશ્વરજી મ. શ્રીની શુભનિશ્રામાં ખીમત(બનાસકાંઠા, ઉ. ગુજરાત)નિવાસી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust