________________ એકાસણું કરાવવાને લાભ તથા અઠ્ઠમ તપના ઉત્તરપારણું તથા પારણને લાભ મુંબઈવાળા શ્રી બાબુલાલ જગાવત પરિવારે ઉદારતાપૂર્વક લીધો હતે. શાંતિસ્નાત્ર સહિત અષ્ટફ્રિકા મહોત્સવનું આયેાજન પૂ. ઉપાધ્યાયજી મ.શ્રીના પદપ્રદાનના ઉપલક્ષમાં પાટણનિવાસી શ્રી રાખવચંદ મુળચંદ પરિવાર તરફથી ઘણું ધામધુમપૂર્વક થયેલ. - રતલામમાં પૂ.પાદ આચાર્યદેવનું ત્રીજું પ્રભાવક માસુ વિ. સં. ૨૦૩૪માં થયું. આ ચાતુર્માસમાં પૂ.પારશ્રીની શુભ નિશ્રામાં અનુપમ કેટિની શાસનપ્રભાવના થઈ હતી. અઠ્ઠમ તપની આરાધના તેમજ અષ્ટાક્ષિક મહોત્સવ પણ સુંદર રીતે થયેલ હતું. આ ચાતુર્માસની સમાપ્તિ બાદ પૂ.પારશ્રી ધામોદ, સૈલાના, નિર-અરણેદ, પ્રતાપગઢ પધાર્યા. પ્રતાપગઢમાં સ્વાગત થયું. ત્યાં નિયમિત પ્રવચને થતાં હતાં. શ્રી સંઘે સારે લાભ લીધું હતું. ત્યાર પછી નાની સાદડી, નીમય થઈને પૂ.પાદશ્રી જાવદ પધાર્યા. ત્યાં ઘણી ધામધુમપૂર્વક સામૈયું થયું. 5 પાદશ્રીના પ્રવચન નિયમિત થતાં અને સંઘે સારે લાભ લીધે. રથયાત્રા અને સાધર્મિક વાત્સલ્ય પણ થયું. ત્યાંથી નિંબાહેડા, ચિત્તોડ આદિ થઈને પૂ.પાદશ્રી સપરિવાર દેસરી, ઘારાવ, મૂછાળા મહાવીરજી તીર્થ, વરમાણુ થઈને સાદડી પધાર્યા. ત્યાં શ્રી સંઘે ભવ્ય સામૈયું કર્યું. ફાગણ સુદિ 14 (ચાતુર્માસી) આરાધના ત્યાં કરી. પૂ.પાદશ્રી સપરિવાર ઇતિહાસ પ્રસિદ્ધ મહાતીર્થ રાણકપુરજી પધાર્યા. ત્યાં પુ. પાદશ્રીએ સપરિવાર યાત્રા કરીને ચિત્તપ્રસન્નતા અનુભવી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust