________________ પૂજા સંઘભક્તિ તથા ભવ્ય અંગરચનાઓ થઈ. માગસર વદિ 2 ના શ્રી સંઘના ટ્રસ્ટી મહેતા મગનલાલ મોતીચંદ તરફથી શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભવ્ય સમારોહપૂર્વક થયું. સાધર્મિક વાત્સલ્ય પણ થયું. જેટલા મહાપૂજન મહોત્સવે, શાંતિસ્નાત્ર આદિ પૂજ્યપાદશ્રીની શુભ નિશ્રામાં થયા તે બધામાં સાધર્મિક વાત્સલ્ય, પૂજાએ, પ્રભાવનાઓ નિયમિત થતાં હતાં. પર્વાધિરાજ શ્રી પર્યુષણ મહાપર્વનાં આઠે દિવસમાં વ્યાખ્યાનમાં વિવિધ પ્રકારની પ્રભાવનાઓ તથા પ્રતિક્રમણમાં રૂપીયાની પ્રભાવના થતી હતી. માગસર વદિ ૬ના દિવસે શ્રી સંઘના અગ્રગણ્ય ટ્રસ્ટી શ્રાદ્ધરત્ન શેઠશ્રી મણિલાલ વનમાળીદાસ તરફથી પૂ. તપસ્વી મુનિરાજ શ્રી પૂર્ણાનંદવિજયજી મ.શ્રીની ૭૯-૮૦મી મોટી વર્ધમાન તપની ઓળીની તપશ્ચર્યાની અનુમોદનાથે શ્રી અષ્ટપદજીની પૂજા ઉલ્લાસપૂર્વક ભણાઈ હતી. પ્રભાવના, ભાવના તથા પ્રભુજીની અંગરચના થઈ હતી. કાતિક વદિ પના શુભ દિવસે પૂજ્યપાદશીના ૬૨મા વર્ષમાં શુભપદાર્પણ પ્રસંગે શ્રી હસમુખલાલ શીખવચંદભાઇ પાટણવાળા તરફથી પ્રભુજીને ભવ્ય અંગરચના આદિ થયેલ. માગસર સુદ 2 ના શુભ દિવસે પૂ.પાદ આચાર્યદેવશ્રીની સૂરિપદ પ્રદાનની 5 મી વાર્ષિક તિથિના શુભ નિમિત્તે શાહ શિવજીભાઈ વેલજીભાઈ મુંબઈવાળા તરફથી ભવ્ય અંગરચના આદિ થઈ હતી. . . : : : - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust