________________ ત્યાં તેઓશ્રીનું ૨૦૩૦નું પ્રભાવક ચાતુર્માસ ગુજરાતી ઉપાશ્રયમાં થયું. તે ચાતુર્માસમાં તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયજી મહારાજશ્રીના પદ પ્રદાનનો મોટો શાનદાર મહોત્સવ પાટણનિવાસી શ્રી શીખવચંદ મૂલચંદ પરિવાર તરફથી થયો. ત્યારબાદ ધામનેદને ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરી મધ્ય પ્રદેશના તીર્થોની યાત્રા કરતાં કરતાં સં. ૨૦૩૧નું ચાતુર્માસ તેઓશ્રીનું કાનપુરમાં થયું. ત્યારબાદ લખનૌ, અયોધ્યા-બનારસ થઈને પટના રાજગૃહી-પાવાપુરી શિખરજી આદિ પરમ પુનિત પૂર્વ દેશની કલ્યાણક ભૂમિઓની સ્પર્શન કરતાં થકાં તેઓશ્રી સપરિવાર બંગલા દેશનું પાટનગર કલકત્તા મહાનગરમાં પધાર્યા. શ્રી ભવાનીપુર જૈન સંઘની આગ્રહપૂર્ણ વિનંતિથી વિ. સં. ૨૦૩૨નું ચાતુર્માસ ભવાનીપુર કલકત્તામાં થયું. (2) કલકત્તા મહાનગરમાં શાનદાર ચાતુર્માસ પૂજ્યપાદ શ્રી સપરિવાર વિ. સં. 2032 ચૈત્ર વદી 7 ના ભવ્ય સ્વાગત સમારેહની સાથે 6 કેનીંગ સ્ટ્રીટ પધાર્યા. ત્યાં શ્રી સંઘની આગ્રહપૂર્વકની વિનંતિથી ભવાનીપુરના જિનાલયની દહી વર્ષગાંઠ, ધ્વજારોપણ મહત્સવ તથા વષીતપના તપસ્વિએના પારણના મહોત્સવ પ્રસંગે ત્યાં પધાર્યા. બાદ સંઘવી શ્રી હરખચંદજી કાંકરિયાના ગૃહ ચૈત્યાલયની વર્ષગાંઠ નિમિત્તે શાંતિસ્નાત્ર સહિત અછાહ્નિકા મહત્સવના પુણ્ય પ્રસંગ પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust