________________ ઉપર : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 સુખ આપનાર તે શમ્યાની આસપાસ દાસીઓને સમૂહ ઊભું રહીને તેમની સેવા કરી રહ્યો હતો. વિષયને ઉદ્દીપન કરનાર પંચમ રાગ વગેરે ત્યાં ગવાઈ રહ્યા હતા, તેઓ અરસપરસ કટાક્ષ ફેંકી હાસ્ય તથા વિનોદ કરી રહ્યા હતા. આ બધું જોઈને યુવાનીમાં આવેલ હોવાથી સ્વાભાવિક રીતે સુનંદાનાં શરીરમાં કામ ઉદ્દાપ્ત થયો. તે આ સર્વ એકીટસે જોઈ રહી. જેમ જેમ જેવા લાગી તેમ તેમ તેના શરીરમાં કામની જવાળા વધારેને વધારે પ્રજ્વલિત થવા લાગી. રાજકુમારી સુનંદાને વિચાર આવ્યો; “મને આવું સુખ મળે તે કેવું સારું?” કઈ જાતના વિવેક કે તત્ત્વની વિચારણા વિનાની તે કામરાગમાં આસક્ત થઈ. તે સમયે શરીરમાં જડ જેવી બની જઈને તે જોઈ જ રહી અને વાત કરતી બંધ થઈ ગઈ. મનવડે તેઓની અનુમોદના કરતી પુલકિત બની જઈને શૃંગારરસનો અનુભવ કરવા માટે તે તયાર થઈ ગઈ. આ અવસરે પાસે રહેલી સુનંદાની સખી વસંતે રાજકુમારીની બધી ચેષ્ટાઓ જોઈને વિચાર્યું; “આ સ્તબ્ધ બનીને શું જુએ છે?” . આ પ્રમાણે વિચારી પાસે આવી કોમળ શબ્દોથી તેણે પૂછયું કે; " રાજકુમારી ! આપ એકીટસે શું જોઈ રહ્યા છો ?" આમ પૂછવા છતાં પણ પિલા કામરસમાં આસક્ત યુવાન પતિ-પત્નીની ચેષ્ટા જોવામાં વિહળ બનેલી તે બેલી નહિં. સખીએ ચતુરાઈથી તે જોતી હતી તે તરફ દષ્ટિ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust