________________ કરાવ્યા, તથા તપસ્વી પૂ. મુનિરાજશ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજે ચાતુર્માસમાં ૭૯-૮૦મી વર્ધમાન તપની ઓળીની આરાધના કરી. અષાડ સુદિ ૭ના સિદ્ધચક્ર મહાપૂજન તથા અષાડ વદિ ૭ના વિશસ્થાનક મહાપૂજન ઉલ્લાસ સાથે ભણાવ્યું. પૂજ્યપાદ સૂરિદેવશ્રીની શુભ નિશ્રામાં ચંદનબાળાના અદમ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના અટ્ટમ, અક્ષયનિધિ તપ, પંચરંગી તપ, શ્રેણીતપ, વર્ધમાન તપની ઓળીએ, 31 ઉપવાસ, અદ્ભાઈઓ આદિ અનેક પ્રકારની તપશ્ચર્યાઓ થઈ. જેના એકાસણુ-પારણ આદિ શ્રી સંઘ તરફથી થયા. પૂ.પાદ સંયમ સ્થવિર આચાર્યદેવ શ્રીમદ્ વિજયસૂરીશ્વરજી મ. તથા સં. ૨૦૨માં કલકત્તામાં ચાતુર્માસ કરનાર પૂપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયંતસૂરીશ્વરજી મ.ના સમાધિપૂર્વક સ્વર્ગગમનના પ્રસંગ પર એ બંને આચાર્યદેવની આરાધનાની અનુમોદનાર્થે ચાતુર્માસમાં થયેલા આરાધના અને ઉઘાપન નિમિત્તે શ્રાવણ વદિપના નવાણુ અભિષેક મહાપૂજા યુક્ત ભવ્ય પંચાહ્નિકા મહોત્સવનું આયોજન થયું. પર્વાધિરાજશ્રી પયુષણા મહાપર્વની આરાધનાના પ્રસંગ ઉપર શ્રી જિનેન્દ્ર ભક્તિ નિમિત્તે અષ્ટાક્ષિક મહોત્સવ ભવ્ય સમારેહપૂર્વક થયે. જેમાં પૂજા તથા ભાવનામાં પ્રસિદ્ધ સંગીતકાર શ્રી હીરાલાલભાઈ ઠાકુર અને ગજાનનભાઈ ઠાકુર પિતાની મંડળી સાથે આવ્યા હતાં. અને અપૂર્વ ભક્તિરસ વરસાવ્યું હતું. પર્વાધિરાજશ્રી પર્યુષણ મહાપર્વની આરાધના પૂ.પારશ્રીની શુભ નિશ્રામાં અભૂતપૂર્વ થઈ હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust