________________ 0 0 0 0 0 0 0 0 0 0 ભાગ્યપરીક્ષા : 57 'ધન્યકુમારે વાંચી લીધા અને તેણે વિચાર કર્યો, “આ વિચાર કરવાની શક્તિ વગરના માણસની મૂર્ખાઈ તો જુઓ, અરે તેને પોતાનો મિત્ર ખાસ ખાનગી રીતે તાકીદે જવાનું લખી જણાવે છે છતાં આ લેખ વાંચી તે ભોજન કરવા ગયે. વ્યાપારીને આવી બેદરકારી ન છાજે. હવે તે જમીને ઘેરથી પાછો આવે તે પહેલાં તે સાર્થવાહ પાસે જઈને હું તેની વેચવાની તમામ ચીજે મારા તાબામાં લઈ લઉં; કારણ કે દ્રવ્યપ્રાપ્તિનું મૂળ કારણ ઉદ્યમ છે.” આમ વિચાર કરી ધન્યકુમાર પિતાનાં ઘેર જઈને સુંદર વસ્ત્રાલંકાર સજી ઘોડેસ્વાર થઈ પિતાને ગ્ય મિત્ર તથા સેવકોને લઈને તે તરત જ પેલા સાર્થવાહ પાસે જવા નીકળે, તે અડધો ગાઉ લગભગ ગયો હશે, ત્યાં તે રસ્તામાં તે સાથે તથા સાર્થવાહને તેને ભેટો થયો. પરસ્પર કુશળ સમાચાર પૂછળ્યા પછી ધન્યકુમારે વેચવાની ચીજોની જાત તથા સંખ્યા વગેરે પૂછી લીધું. સાર્થવાહ ઘન્યકુમારને બધી હકીકત કહી દીધી. - એટલે ધન્યકુમારે સાર્થવાહને તે ચીજ વેચાતી લેવાની પિતાની ઇચ્છા જણાવી. તે શેઠે પણ પિતાના હાથની સંજ્ઞાથી બીજા પિતાની સાથેના વ્યાપારીઓ સાથે સેકસ કરી વેચવાની ચીજોની કિંમત કહી, એટલે ધન્યકુમારે તે કબૂલ રાખી. ધન્યકુમારે તે ચીજો બરાબર છે કે કેમ તે હેજહેજ હાથમાં લઈ આંખ ફેરવીને જોઈ લીધું. પછી તે બધી ચીજોનું પાકું -સાટું કરીને પિતાના તાબામાં લીધું. ચોકકસ થયા પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust