________________ 15 સંસ્કાર આપ્યા, તે મારા અનંત ઉપકારી પરમકૃપાસાગર પરમોપકારી પરમગુરૂદેવ પરમશાસન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ જૈનશાસન જ્યોતિર્ધર પૂ.પાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજશ્રીને મારા પર અનંત ઉપકાર છે. તે માટે હું તેઓશ્રીને ત્રાણુભારને ભવ સુધી કદિ ચૂકવી શકું તેમ નથી. જૈન સંઘમાં સર્વ કઈ સહૃદય ધર્મરસિક જિજ્ઞાસુવર્ગને જૈન સાહિત્યની પ્રાચીન ધર્મકથાઓને વાંચવા-વિચારવા તથા તેમાં રહેલા અનેકાનેક મહાઉપકારક સદુધ પ્રેરક તત્વે ઈત્યાદિના પરિશીલન દ્વારા જીવનમાં આત્મસન્મુખતા કેળવવામાં રસ જાગૃત થાય, તેમજ વર્તમાનના વિલાસી, આન દ-પ્રમોદમ), એશઆરામપ્રિય પુદ્ગલાનંદી વાતાવરણમાં કેવળ શૃંગાર પ્રધાન રહસ્ય ડીટેકટીવ પાપ કથાઓને જે અનિષ્ટ ને ઘાતક પ્રચાર વધી રહ્યો છે, તેમાં આવું તાત્વિક મંગલકારી ને ઉન્નત સાહિત્ય વર્તમાનની ઉગતી પેઢીના કથળતા સંસ્કાર સ્વાથ્યને નવચેતન આપીને જાગતા રહેજે” નો સંદેશ સુણાવી જાય તે માટે આ ગ્રંથરત્નની સંજના-સંકલના પાછળને પરિશ્રમ ખરેખર સફળ બનશે. પ્રાંતે સહુ કઈ પુણ્યવાન મહાનુભાવે આવા ગ્રંથરત્નને શ્રદ્ધા તથા વિવેકપૂર્વક વાંચી-વિચારી દાનધર્મને મહિમા જાણી નિર્મલ શીલ, વિશુદ્ધ તપ તથા પવિત્ર ભાવધર્મની આરાધના દ્વારા ઉત્તરોત્તર શાશ્વત સુખના ભક્તા બને! એ જ એક શુભકામના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust