SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ III શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર ખર પરમાર્થ નીચે પ્રમાણે થાય છે ? હે જનપાલક ! આપ ત્રિલકીનાથ હોવાથી જગતના અણુએ અણુમાં વ્યાપીને રહેલા હોવા છતાં પણ સંસારની માયાજાળમાં ફસાયેલા લોકોને માટે આપ દુર્લભ છો કેમકે અતિ કઠીનાઈથી આપના સ્વરૂપને જાણી શકાય તેવા આપ દુર્ગમ્ય અને દુય છો; હે ઈશ! તમે અલિપિ કહેતા કર્મલેપથી સર્વથા રહિત બન્યા હોવાથી, અશરીરી થયા હોવાથી અક્ષર પ્રકૃતિ કહેતા મોક્ષ સ્વભાવ છે, શાશ્વતા સ્વરૂપે સાદિ અનંત ભાગમાં અવિચળ રહેનારા છે; અને અજ્ઞાનરૂપી અંધકારમાં પડેલા જીવોને પણ સમ્યફ પ્રકારના રૂડા બોધના દેનારા એવા આપમાં સમસ્ત વિશ્વને કલ્યાણકારી એવું સ્વાસ્વાદ રૂપી જ્ઞાન સદાને માટે હવે સફુરી રહ્યું છે એટલે કે પરિપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટાવીને હવે આપ ત્રણે લેકના જીવોને સ્યાદવાદ રૂપી કલ્યાણમય ધર્મબોધની પ્રરૂપણ કરનારા છો. 30 - હવે જે જિનની અવજ્ઞા કરે છે, તેને જ તે અવજ્ઞા અનર્થનું કારણ બને છે તેમ ત્રણ ગાથાથી કહે છે ? પ્રાભારતનભાંસિ રજાંસિ રેષા દુસ્થાપિતાનિ કમઠન શઠેન યાનિ ! છાયાપિ તૈસ્તવ ન નાથ ! હતા હતાશે, ગ્રસ્તવમીભિયમેવ પર દુરાત્મા એકાદ અન્વય : નાથ ! કમઠન શઠેન યાની (જે) પ્રભાર (અતિ ઊચા) સંભૂત (વ્યાપિ જાય) નભાંસિ (આકાશે) રજાસિ (ધુળ) રેષાત ઉસ્થાપિતાની (ઉડાડી) તૈઃ તવ છાયા અપિ ન હતા (હણાણ), પરં તુ હતાશ: અયમ એવ દુરાત્મા અમીભિ: (તે જ ધુળ વડે) ગ્રસ્ત 531 અર્થ : હે નાથ ! કમઠ નામે દુષ્ટ દૈત્યે અતિ ઊંચા આકાશને ખાઈ દે એટલી બધી ધુળ ક્રોધથી (આપના ઉપર) ઉડાડી, તેથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036446
Book TitleKalyan Mandir Stotram
Original Sutra AuthorN/A
AuthorRasiklal Chhaganlal Sheth
PublisherNiranjan Rasiklal Sheth
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy