SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર પરમાર્થ : આ ત્રિગડા ગઢને લોકોત્તર અતિશય છે. અત્રે - નીલ રત્નના ગઢની પાર્શ્વનાથ પ્રભુના નીલવર્ણની સદશતા છે, -સુવર્ણના ગઢની પ્રભુના તેજસ્વી પ્રતાપ સાથે તથા રૂપાના ગઢની પ્રભુના ઉજજવળ યશની સાથે સશતા છે. આ ઉપમાઓ યથાર્થ છે કારણ કે પ્રભુને વર્ણ નીલે છે, પ્રતાપને વર્ણ તત અગ્નિ - સમાન દેદીપ્યમાન અને યશનો વર્ણ શ્વેત માનવામાં આવ્યો છે. સમવસરણમાં આ ત્રણે ગઢની એકત્ર રચના જોઈને આચાર્ય શ્રી કલ્પના કરે છે કે આ ત્રિવિધ સંયોગ જાણે પાર્શ્વ પ્રભુના કાંતિ પ્રતાપ અને યશ ત્રિકમાં ફેલાઈ જઈને પણ ત્યાં તેમનો સમાસ - ન થવાથી જાણે પીંડ બનીને અત્રે એકત્ર થયા ન હોય ? સંક્ષેપમાં -- કહેવાને પરમાર્થ એ છે કે પ્રભુના કાંતિ, પ્રતાપ અને યશ લેકાલોકમાં સર્વત્ર ફેલાઈને રહેવા છતાં ન સમાવાથી જાણે અત્રે ત્રણ ગઢના સમુહરૂપે એકત્રીત થઈને કેમ ન રહ્યા હોય ? એવો અલૌકિક પ્રભાવ-તીર્થકર ભગવંતોને હોય છે. જે ર૭ સમ્યગૂ દષ્ટિનું સ્વરૂપ ઈદ્રની પુષ્પ માળાના દૃષ્યતે કહે છે : દિવ્યસ્રજો જિન ! નમત્રિદશાધિપાનાઅસૂય નરચિતાનપિ મૌલિબંધાન ! પાદ શ્રયંતિ ભવતો દિવા પરત્ર, વસંગામે સુમન ન રમત એવ 28 અન્વય : જિન ! નમતુ ત્રિદશ (દેવ) અધિપાનામ -(અધિપતિ-ઈન્દ્રોની) દિવ્યસ્રજ; (દિવ્ય પુષ્પ માળ) રત્નચિતાન મોલિબંધાન (મુકીને ) અપિ સૂજ્ય ( તજીને) ભવત: પાદો શ્રયંતિ (આશ્રય લે છે) દિવા સુમનસ : (પંડિત પુષ્પ અથવા દે) ત્વત સંગમે પરત્ર (બીજી જગ્યાએ) ન રમંત એવ છે 28 અર્થ : હે જિનરાય ! ( આપને ) નમતા ઈંદ્રોની દિવ્ય પુષ્પ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036446
Book TitleKalyan Mandir Stotram
Original Sutra AuthorN/A
AuthorRasiklal Chhaganlal Sheth
PublisherNiranjan Rasiklal Sheth
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy