________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર જેવા કર્મ દલિકે વધુ ને વધુ વળગતા જાય છે અને આત્માના જ્ઞાન -અને દર્શન ગુણને ઢાંકતા જાય છે તે છેક નિગોદ અવસ્થામાં એટલા બધા કર્મ દલિકો આત્માના પ્રદેશ પ્રદેશે વળગી જાય છે કે માત્ર અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન ગુણ ઉઘાડો રહે છે. તેમ છતાં મહત્ત્વની વાત એ છે કે આત્માના પ્રદેશે ખાણના સોનાના કણની માફક પિતાની અંતર્ગત વિશુદ્ધ અવસ્થા કદાપિ છોડતા નથી. સેનાને કણ લાખ ટન માટી વડે દબાવા છતાં માટીમય બની જતો નથી. તેથી જ અગ્નિ વડે તપાવવાથી માટી બળી જઈ જેમ શુદ્ધ સુવર્ણ -સાંપડે છે, તેમજ આત્માના પ્રદેશોને પ્રભુના ધ્યાનરૂપી તપથી તપાવવાથી માટી જેવા કર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને સોના સરિખા શુદ્ધ આત્મા પ્રગટે છે–પરમાત્મા બની જાય છે–તે ભમરીને ઈયળના દૃષ્ટાંતે. ગાથા : વીતરાગ યતે ધ્યાયન વીતરાગો ભવે ભવી ! ઈલકા ભ્રમરી ભીતા, ધ્યાયંતી ભ્રમરી યથા છે અથ : વીતરાગનું ધ્યાન કરતે થકે જવ વીતરાગ સ્વરૂપ થાય છે. (કેની પરે ?) તે કે ભ્રમરી થકી ડર પામતી ઈયળ, તે બ્રમરીનું નિરંતર ધ્યાન કરતી થકી ભ્રમરી રૂપ થાય છે તેમ. : જે જેનું ચિંતવન પ્રતિક્ષણ કરે છે તે તેના જેવો જ થાય છે તે ન્યાયે હે જિનેશ ! ભવિ છો જે હરપળે આપનું ધ્યાન ધરે છે તે આપ સમાનજ સિદ્ધ પરમાત્મા બની જાય છે એમ અત્રે નિશ્ચયથી કહ્યું. . .' ' T IIIIIIIIIIIIIIIIII અત્રે પ્રસન્નચંદ્ર રાજર્ષિ, મુનિવર ગર્દભાલી, પ્રદેશ રાજા, ગજસુકુમાર મુનિ ઇત્યાદિના અધિકારનું ચિંતન કરવું. પા - હવે ચેતન અને જડનું ભેદ વિજ્ઞાનનું સ્વરૂપ બનાવે છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust