SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર મેતારજ મુનિ, કાકદિના ધન્ના અણગાર, મહાત્મા દઢ પ્રહારી, રાણી પદ્માવતી, મયણરેહા ઈત્યાદિના અધિકારનું સ્મરણ કરવું. ૧૪મા ન હવે ધ્યાનનું અત્યંત રૂડુ ફળ પરમપદની પ્રાપ્તિ બતાવે છે. ધ્યાનજિનેશ! ભવતો ભવિન: ક્ષણેન દેહું વિહાય પરમાત્મદશાં વ્રજનિતા તીવાનલાદુપલભાવમપાસ્ય લોકે ચામીકરવમચિરાદિવ ધાતુભેદાઃ ૧પ અન્વય : જિનેશ ! ભવિન: ભવત: ધ્યાનાત-દેહું 'વિહાય ક્ષણેન પરમાત્માદશાં વ્રજતિ ! લોકે ધાતુમેરા: (માટીમાંથી ધાતુ જુદી પાડવી તે) તીવ્ર અનલાત ઉપલભાવ (પત્થરપણાને) અપાસ્ય (તજીને) અચિરાત (તુરત જ ચામીકરવું (સુવર્ણપણાને ઈવ (વજતિ) ૧પ અર્થ : હે જિનેશ ! ભવ્ય છો આપના ધ્યાન થકી શરીરનો ત્યાગ કરીને એક ક્ષણ માત્રમાં પરમાત્મ દશાને કહેતા સિદ્ધ દશાને પામે છે; તે જેમકે (ખાણમાંથી નીકળતું) માટીવાળુ સેનું આગની તીવ્ર આંચથી પત્થરપણને તજીને તુરત જ સુવર્ણપણને પામે છે તે રીતે 15 - પરમાર્થ : આત્માને અત્રે સુવર્ણની ઉપમા અતિ સાર્થક આપી છે. કમને માટીની ઉપમા આપી છે. શુદ્ધ આત્મા-પરમાત્મા તપ્ત સુવર્ણ સરિખો વિશુદ્ધ અને દેદીપ્યમાન છે, પણ સંસારી આત્મા ખાણની માટીમાં રહેલા સેના સર હોય છે. ખાણમાં રહેલા સોનામાં શુદ્ધ સુવર્ણની ક્રાંતિ નથી હોતી, વળી સુવર્ણના કણ અતિ થોડાને માટીના થર ઘણું વધુ; તે પાંચ દશ ટન માટીમાંથી એકાદ ઔસ સોનુ માંડ મળે. તે જ પ્રમાણે વૈભાવિક દશામાં રહેલા સંસારી આત્માના દરેક આત્મ પ્રદેશે મોહનીય કર્મના કારણે માટી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036446
Book TitleKalyan Mandir Stotram
Original Sutra AuthorN/A
AuthorRasiklal Chhaganlal Sheth
PublisherNiranjan Rasiklal Sheth
Publication Year
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy