________________ શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર . અર્થ : જે કામદેવે શંકર આદિ દેવાના પ્રભાવને હણ્યો છે, તે જ કામદેવના પ્રભાવને તમે ક્ષણવારમાં ક્ષય કર્યો છે. દષ્ટાંત જે પાણી અનિને બુઝાવી દે છે, તે જ પાણીને શું વડવાનલ નથી પી જતે ? ના , ' . . . . . . . . પરમાર્થ : અત્રે તીર્થંકર પ્રભુને વડવાનલની, સંસારની -આસક્તિને પાણીની અને મોહનીયમને કામદેવની ઉપમા સાર્થક આપી છે. સંસારની આસક્તિથી અર્થાત કામગથી જરા પણ ન લેપાતા. વડવાનલ જેવા ભીષણ બની એક માત્ર તીર્થકર ભગવંત જ હરિહરાદિ બધા દેવોનો પરાભવ કરનાર–કેમકે તે બધા દેવ સપત્નીક છે તેથી સરાણી છે-દુર્જય કામદેવને અર્થાત મેહનીય કર્મને બાળીને ભસ્મ કરી દે છે અને કેવળજ્ઞાન અને કેવળદર્શનને પ્રગટાવે છે એમ અત્રે પરમાર્થથી આચાર્ય શ્રી કહે છે : આ રીતે અત્રે બ્રહ્મચર્ય વ્રતનું અને ઉપલક્ષણે પંચમહાવ્રતનું-ભક્તામર સ્તોત્રની ગાથા 15 ની જેમ-માહામ્ય બતાવ્યું. અત્રે કામ વિજેતા થુલીભદ્રજી તથા વિજય શેઠ—વિજયા શેઠાણી અને સુદર્શન શેઠ આદિનું સ્મરણ કરવું. તીર્થકર ભગવાનના નિર્વિકારીપણાની આ ગાથા બોલાતા જ પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમા તે મહાકાલ પ્રસાદને મંદિરના શિવલીંગમાંથી ધડાકા સાથે પ્રગટ થઈ તેવી ઐતિહાસિક હકીકત પ્રસિદ્ધ છે, શિવલીંગ ફાટતા તેમાંથી પ્રચંડ જ્યોત પ્રગટી અને મહારાજા વીર વિક્રમ અને અન્ય લોકોના આશ્વર્ય વચ્ચે ત સમાઈ જતાં શિર પર ફેણ પસારીને ધરણેન્દ્ર નાગ રહેલે છે તેવી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થઈ જેને હાથ જોડીને આચાર્ય શ્રી વંદન કરી રહ્યા વીરવિક્રમ રાજા પણ આ જોઈ અત્યંત પ્રભાવિત થયા અને જૈન ધર્મી બન્મે તેમ કહેવાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust