________________ શ્રી કલ્યાણ મંદિર તેત્ર વિતત્ય (પહોળા કરીને સ્વધિયા (સ્વબુદ્ધિ વડે) અંબુરાશે: (સમુદ્રને) વિસ્તીર્ણતાં (વિસ્તાર) કિં ન કથતિ? અથ : “શું બાળક પણ મહાસાગરના અપાર વિસ્તારને પોતાના બે (નાનકડા) હાથને પહોળા કરીને નથી કહી બતાવતુ ? તે જ પ્રમાણે હું મંદબુદ્ધિ હોવા છતાં પણ તમારા અસંખ્ય દેદીપ્યમાન ગુણના -સમુહનું સ્તવન કરવાને ઉદ્યત થયે છું” છે પ. પરમાર્થ : પોતે પ્રખર પંડિત હોવા છતાં અત્રે પોતાની -સરખામણી બાળક સાથે કરીને પોતે હજી પંડિત દશાને પામ્યા નથી પણ બાળ દશામાં છે તેમ કહી, ફરી પોતાની લાઘવતા પ્રગટ કરવાની સાથે સાથે બાળક જેમ મહાસાગરના અસીમ વિસ્તારને પણ પોતાના બે નાનકડા હાથોથી યથાર્થ દર્શાવે છે, તે જ પ્રમાણે હું પણ હજી બાળ હોવા છતાં એટલે કે મંદમતિ હોવા છતાં તમારા સમસ્ત ગુણોનું યથાર્થ વર્ણન મારી અલ્પ બુદ્ધિ પ્રમાણે પણ અવશ્ય કરી -શકીશ, આમ કહીને આચાર્યશ્રીના અંતરમાં પ્રભુભકિતની જે અસીમ સરવાણી વહી રહી છે તેની શકિત વડે પોતે શ્રી પાર્શ્વ પ્રભુનું સ્તવન રચશે જ એવી અનન્ય શ્રદ્ધા અત્રે પ્રગટ કરીને આ કૃતિ રચવાનું સઘળું શ્રેય પ્રભુને આપે છે. વળી બાળકનું મહાસાગરના અસીમ વિસ્તારને બતાવતું આ નિર્દોષ નિદર્શન મોટેરાઓને પણ મહાસાગરના અફાટ વિસ્તારની સાચી સમજ આપવા ઉપરાંત મનને પણ બાળકની ચાતુરીથી પ્રસન્ન -કરે છે. તે જ પ્રમાણે હે પ્રભુ! આપના અપાર ગુણેની પણ સાચી ભાવ-સમજણ મારી આ કાલીઘેલી સ્તુતિથી લોકોના હૃદયમાં અવ“શ્ય આવશે. એટલું જ નહિ પણ આ રૂડા સ્તવનથી સામાન્ય જન -સમૂહ આનંદિત પણ થશે તેમ પોતે જાણે અત્રે સૂચવે છે. અત્રે બાળ અને પંડિતનું સ્વરૂપ જે જૈનધર્મમાં બતાવ્યું છે તે વિચારવું પાત્ર છે . ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust