________________ કલ્યાણમંદિર સ્તોત્ર સંસારીના તારનાર કહેવાઓ છે તે ગ્ય લાગતું નથી, કારણ કે પ્રથમ દૃષ્ટિએ જોતાં તે એમ જણાય છે કે તમને હૃદયની અંદર સાચવીને લેકે તમને તારે છે. આ બે પંક્તિઓ ઉચ્ચારતાંની સાથે જ તેમને સમૃતિ થાય છે કે અપવાદરૂપ પ્રસંગોમાં અહીં જણાવ્યા પ્રમાણેની પરિસ્થિતિ જોવામાં આવે છે. અને એ ઉદાહરણ માટે સમર્થન રૂપે તેમને ચામડાની મસક સ્મૃતિમાં આવે છે. ચામડાની મસક ખાલી હોય તે પાણીમાં વજનને કારણે ડૂબી જાય છે, તરી શકતી નથી. પણ તેમાં જે હળવી હવા ભરવામાં આવે તો તેની ઘનતા ઘટતાં હળવી બની તે પાણીમાં તરવા લાગે છે, એટલે કે મસકની અંદર રહેલી હવાના આધારથી જ મસક તરી શકે છે. આચાર્યજીને જણાય છે કે સંસારીઓની બાબતમાં પણ આવું જ બને છે. તેઓ એકલા તરવા ઈચછે તે તરી શકતા નથી, પણ જે તેઓ હૃદયમાં પ્રભુને સ્થાપે તે તેઓ સહેલાઈથી સંસાર-સમુદ્ર તરી શકે છે. આ પરથી સમજાય છે કે સંસારી જીવ એ ચામડાની ખાલી મસક જે છે, અને પ્રભુ એ અંદર ભરેલા વાયુ સમાન છે. ચામડું મૂળથી વજનદાર છે, તે પાણીમાં તરી શકતું નથી, પણ તેની મસક બનાવી, વચ્ચે હવા ભરવામાં આવે તે તે પાણી ઉપર તરે છે. એટલે વાયુ અને મસક એ બેમાં તરનાર મસક અને તારનાર, વાયુ છે. મનુષ્ય એ મસક જેવું છે. મનુષ્યને દેહ પણ હાડ-ચામને બનેલે છે અને તેની સાથે કર્મો થી લેપાયેલે આત્મા વસે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust