________________ કલ્યાણમંદિર સ્તોત્ર છે, ભૌતિક સુખ દેવગતિમાં સૌથી વિશેષ હોવા છતાં. આમ કહેવાનું તેમને માટે સબળ કારણ છે. મનુષ્યગતિમાં આત્માને જાગૃત કરવાને પુરુષાર્થ બીજી ગતિઓ કરતાં સવિશેષપણે થઈ શકે છે, એટલું જ નહિ પણ, પંચમ ગતિ–મોક્ષગતિ પામવા માટે મનુષ્યદેહની જ આવશ્યકતા છે. એટલે કે પરમ વિશુદ્ધિ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ પણ મનુષ્યદેહે જ થઈ શકે છે. અન્ય કોઈ ગતિથી મોક્ષ પ્રાપ્ત કરવાને પુરુષાર્થ થઈ શકતો નથી, મોક્ષ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે બીજી રીતે કહીએ તે કહી શકાય કે જીવ પોતાનું અમૂલ્ય ધન મનુષ્યગતિમાં જ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં વિશેષ સમૃદ્ધિ છે ત્યાં જ લૂંટાવાનો ભય વિશેષ છે. સમૃદ્ધિ હોય જ નહિ તે લૂંટારા લૂંટે શું? એ ન્યાયે વિચારીએ તે આત્માને લૂંટાવાને વિશેષ ભય મનુષ્યગતિમાં છે. જીવ પ્રાપ્ત કરવા પુરુષાર્થ કરે અને દુઃખે તેને તેનાથી વંચિત કરવા પ્રયત્નવાન રહે. આ વિગ્રહના અનુસંધાનમાં આચાર્યજી મનુષ્યગંતિને મુખ્યતા આપે છે તે યથાર્થ સમજી શકાય તેમ છે. બીજી અપેક્ષાએ જોઈએ તે પ્રભુનું દર્શન અને શરણું, જે જીવને મનુષ્યગતિમાં પ્રાપ્ત થાય તે તે ઠેઠ મુક્તિ સુધીને પુરુષાર્થ જંગાડી, સર્વ કર્મોને આત્યંતિક ક્ષય કરી, સર્વશપણું પ્રાપ્ત કરી શકે છે. ત્યારે અન્ય ગતિઓમાં પ્રભુનું શરણું અને દર્શન પ્રાપ્ત થવાથી સમતિ કે તેની થોડી ઉપરની અવસ્થા સુધી જ પહોંચી શકે છે, એટલે કે અમુક અંશે જ દશા વધારવા જેટલે લાભ લઈ શકે છે, પૂર્ણતાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust