________________ ITTT TT TT T T TT TT કલ્યાણમંદિર સ્તોત્ર મનુષ્યની અવસ્થા પશુ જેવી નિરાધાર છે. દુઃખો ચોર લેકેનું કાર્ય કરે છે. પ્રભુ એ સૂર્ય અથવા ગોવાળની તેજસ્વી દષ્ટિનું કાર્ય કરે છે. ચેર સૂર્ય અને પશુપાલકની ગેરહાજરીને લાભ લઈ પશુધન ચેરી જાય છે, એમ દુઃખ પ્રભુની ગેરહાજરીને લાભ લઈ મનુષ્યને અર્થાત્ જીવનાં મનુષ્યત્વને ચેરી જાય છે. પ્રભુની ગેરહાજરીમાં નિરાધાર બનેલે જીવે દુઃખના ભાર નીચે મનુષ્યત્ત્વપણું ગુમાવી દે છે, પરંતુ તે વખતે જે તે પ્રભુનું સાનિધ્ય પામે છે તે થતા નુકશાનમાંથી બચી જાય છે, અને પ્રાપ્ત થયેલે મનુષ્યભવ સાર્થક થાય છે. પ્રભુના સાનિધ્યમાં હેય તે જીવ પિતાના આખા મનુષ્યભવને દુઃખના અનેક પ્રકારના ભગવટામાં ગુમાવી દે છે, અને કરવા યોગ્ય આત્મશ્રેય જરા પણ કરી શકતું નથી અને ચારે ગતિમાં જે શ્રેષ્ઠ કહેવાય તે મનુષ્યભવ વ્યર્થ વેડફાઈ જાય છે. પણ પ્રભુના શરણમાં રહેનારનું મનુષ્યપણું સાર્થક થાય છે, જેમ પશુઓ સૂર્ય કે ગોવાળની તેજસ્વી દૃષ્ટિ પડતાં ચારાતાં બચી જાય છે તેમ. પ્રભુનું મુખ એટલું બધું સમર્થ છે કે તેનાં તેજથી દુઃખે તેમના સાનિધ્યમાં આવી જ શકતા નથી, અને એથી દુખે કઈ જીવને સાર્થકતાથી રહિત કરી શકતાં નથી. આટલું જાણ્યા પછી આચાર્યજીએ આ વિશેષતા માત્ર એક મનુષ્યને માટે જ શા માટે કહી છે! દેવ, નારકી કે તિર્યંચ માટે આ વિશેષતા કેમ જણાવી નથી? આ પ્રશ્નનું સમાધાન વિચારીએ અને યથાર્થતા સમજીએ. ચાર ગતિઓમાં શ્રેષ્ઠ ગતિ તરીકે સર્વે જ્ઞાનીઓએ મનુષ્યગતિને જ સ્વીકારી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust