________________ કલ્યાણમંદિર સ્તોત્ર પપ પિતાનું કાર્ય કરે છે. પ્રભુને હૃદયમાં જે પ્રવેશ થાય તે જ બધા કર્મોને કેમ કરીને નાશ થવા લાગે છે. આ પ્રભાવ દ્વારા શુદ્ધસ્વરૂપી પ્રભુ અને કર્મમળ વચ્ચે સંબંધ પ્રગટ થાય છે. બંને ક્યારે ય સાથે રહી શક્તા નથી, આથી ગમે તેવા ભારે કર્મોવાળે જીવ હોય, પણ તેના હૃદયમાં પ્રભુ બિરાજમાન થાય તે, પ્રભુના પ્રભાવથી એ સર્વ કર્મોને જવું જ પડે છે. ભગવાનની આસપાસમાં અનિષ્ટો ટકી શક્તાં નથી, એટલે કે કર્મ કરતાં પ્રભુનું બળવાનપણું અનેકગણું છે એવો અનુભવ આચાર્યજી અહીં રજૂ કરે છે. પિતાના આ અનુભવને પુષ્ટિ આપવા આચાર્યજી પ્રકૃતિમાં જોવા મળતું એને અનુરૂપ ઉદાહરણ પછીની બે પંક્તિઓમાં રજૂ કરે છે. ચંદનવન માં ચંદનની સુગંધથી આકર્ષાઈને આવેલા સર્પો, ચંદનની સુગંધ તથા ઠંડક માણવા માટે તે વૃક્ષને ભરડો દઈને પડ્યા રહે છે, અને વૃક્ષને અનેક પ્રકારે કષ્ટ કરે છે. પરંતુ એ વનમાં પવિત્ર ગણાતા મેરલાઓ પ્રવેશ કરે છે ત્યારે તેમની પવિત્રતા સહન ન કરી શકવાથી, સર્પો વૃક્ષને ભરડો દે છેડી દઈ તત્કાલ જ અન્ય જગ્યાએ ચાલ્યા જાય છે અને વૃક્ષને કષ્ટથી મુક્ત કરે છે. આ બંને પ્રસંગને સંબંધ અને સમન્વય સમજવાથી વિશેષ સ્પષ્ટતા થાય તેમ છે. પ્રકૃતિથી જ સર્પ અને મયુરને વેરભાવને સંબંધ છે. સર્પ એ અનિષ્ટ અને મિથ્યાત્વનું પ્રતિક છે, ત્યારે મેર એ પવિત્રતા અને પાત્રતાનું પ્રતિક છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust