________________ 54 કલ્યાણુમંદિર સ્તોત્ર સમજાય છે અને સંબોધન પછીના શબ્દો દ્વારા એની સ્પષ્ટતા થાય છે. ગળાબૂડ કર્મમાં લેપાયેલે જીવ જ્યારે પોતાના હૃદયમાં પાર્શ્વનાથ પ્રભુની સ્થાપના કરે છે ત્યારે તે પ્રભુના પ્રભાવથી કર્મ રહિત બનતે આવે છે. આ પ્રભાવ કે અદ્ભુત છે! એ પ્રભાવ અનુભવવા માટે જીવની ગ્યતા કેવી હોવી જોઈએ તે પણ અહીં સમજાવ્યું છે. અહીં આચાર્યે જતુ શબ્દને ઉપગ કર્યો છે. જંતુ એટલે કર્મને ભારથી દબાઈને સૂક્ષ્મ સ્વરૂપને પામેલે જીવ. એટલે ગમે તેવા ભયંકર કર્મના ભારવાળ જીવ પણ જંતુ શબ્દમાં સમાઈ શકે છે. આવા જીવના હૃદયમાં જ્યારે પ્રભુને પ્રવેશ થાય છે ત્યારે ઉત્તમ કાર્ય થાય છે. હદયશબ્દથી “સરી પંચેન્દ્રિયપણું વિવક્ષાય છે. હદયનું કાર્ય છે અનુભવવું અને વિચારવું. સંજ્ઞી પંચેન્દ્રિયપણું પામ્યા વિના જીવ હૃદય પ્રાપ્ત કરી શકતા નથી. વળી તે હદયમાં પ્રભુને સ્થાપન કરવાના હેવાથી, પ્રભુ પ્રતિ અનન્ય પ્રેમ કેળ વીને તેમની આજ્ઞાનુસાર વર્તવાની વૃત્તિ તેણે રાખવી પડે છે. અર્થાત્ પિતામાં રહેલા સ્વચ્છેદને દેશવટો આપી, પ્રભુ આજ્ઞાએ વર્તવાનો દઢ નિર્ધાર કરનાર જીવની વાત આચાર્ય જીએ. અહીં રજૂ કરી છે. આ જીવ જ પ્રભુના સાચા મહિમાને માણી શકે છે, અનુભવી શકે છે. આ કથન દ્વારા પ્રભુને મહિમા અનુભવવા માટે બે મુખ્ય ગુણોની જરૂરિયાત આચાર્યજીએ ખૂબીથી બતાવી દીધી છે. (1) સંજ્ઞી પંચેન્દ્રિયપણું (2) પ્રભુ આજ્ઞાએ ચાલુદ્દાની વૃત્તિ. જીવ ત્યારે આ બંને મેગ્યતા પિતામાં લાવે છે ત્યારે જ પ્રભુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust