________________ કલ્યાણુમંદિર સ્તોત્ર 41 એટલા પ્રભાવિત થયા છે કે તેમની મહત્તા ગાયા વિના રહી શકાય એમ નથી. આથી ગુપ્તતાના ભેદ વિનાની પિતાની વાણીને આશ્રય લઈને પિતે સ્તુતિનો આરંભ કરી દીધો છે. આમ વિશિષ્ટ રીતે આચાર્યજીએ પિતાની વાણીની મર્યાદા બતાવી દીધી છે. આ કડી દ્વારા એક સુંદર ધ્વનિ ફલિત થાય છે. બાહ્યસમૃદ્ધિ અને વિશાળતા જેનાર બાળક સમુદ્રથી કેટલે આકર્ષાય છે! આવું અદમ્ય આકર્ષણ અનુભવનાર તે બાળક કાળે કરીને સમુદ્રના આંતરપેટાળના ખજાના ખોલનાર એક અચ્છો મરજી અને તે તેમાં આશ્ચર્ય લાગે નહિ. એ જ રીતે પ્રભુના બાહ્ય ઐશ્વર્યથી પણ અત્યંત પ્રભાવિત થનાર, અદમ્ય આકર્ષણ અનુભવનાર આચાર્યજી પ્રભુના હૃદયમાં રહેલા ગુપ્ત ભેદના જ્ઞાતા નીવડે તે ખૂબ જ સહજ લાગે. આ સ્થિતિ તથા દશા આપણને આગળની કડીઓમાં સ્પષ્ટ જોવા મળે છે, અને એ પરથી અહીં ફલિત થતે ધ્વનિ યથાર્થ જણાય છે. આચાર્યજી પિતાની મર્યાદા આ પછીની કડીમાં જુદી રીતે સ્પષ્ટ કરે છે. (5) ये योगिनामपि न यांति गुणास्तवेश ! : - વતું મવતિ તેવુ મનાવવા ? | जातातदेवमसमीक्षित कारितेय . जल्पंति वा निजगिरा. ननु पक्षिणोऽपि / / 6 હે ઈશ! યેગી પણ તમારા ગુણ જ ન કરી શકે, સામર્થ્ય મારું ક્યાંથી વર્ણન મુજથી તેનું થઈ શકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust