________________ 40 કલ્યાણમંદિર સ્તોત્ર થાય છે. સમુદ્રને રનરાશિ મેળવવા જેમ સાચા મરજીવા જ ભાગ્યશાળી બને છે તેમ સાચે મુમુક્ષુ જ પ્રભુએ આપેલા જ્ઞાનનાં ગુપ્તભેદો પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બને છે. પ્રભુનાં જ્ઞાનની વિશાળતા જેવી તેવી નથી. તેમના જ્ઞાનમાં ત્રણે કાળનાં ત્રણે લેકનું સમય સમયનું જ્ઞાન પ્રકાશે છે. પણ પ્રભુનું ગાંભીર્ય અદ્ભુત છે ! સાચા મુમુક્ષુ વિના એને લક્ષ પણ બીજાને થતું નથી, તે પછી તેની પ્રાપ્તિની તે વાત જ ક્યાં રહી? સમુદ્ર જેમ પોતાનું સમપણું જાળવી રાખે છે, વૃદ્ધિ ક્ષયની અસર જણવા દેતું નથી તેમ પ્રભુ પિતે વીતરાગ રહી પિતાનું સમપણું જાળવી રાખે છે. કોઈ અત્યંત માન આપે કે કેઈ ઉપસર્ગ કરે તે વિશે પિતે તે નિર્વિકાર જ રહે છે. આ બધી અપેક્ષાથી વિચારીએ છીએ ત્યારે સમજાય છે કે આચાર્યજી પ્રભુને વિશાળ સાગર સમાન બતાવે છે તે કેટલું યોગ્ય છે! સમુદ્રની મહત્તા બતાવતા બાળક સાથે આચાર્યજી પિતાને સરખાવે છે તે પણ સૂચક છે. બાળક હજુ મરજી તે બનેલ નથી, તે તે સમુદ્રની બાહ્ય મહત્તા જોઈને જ આકર્ષાય છે, અને તેને વર્ણવવા પિતાને સુલભ એવા સાધનને ઉપયોગ કરી પોતાની પ્રવૃત્તિ આરંભી દે છે. તે અપેક્ષાથી બાળક હજુ ગંભીર બનેલ નથી, અને આવા બાળક સાથેની પિતાની સરખામણ દ્વારા આચાર્યજી એ. પ્રગટ કરે છે કે પિતે હજુ સુધી પ્રભુના જ્ઞાનમાં રહેલા પ્રત્યેક ગુપ્તભેદેના જાણકાર થયેલ નથી, પણ બાહ્ય જણાતાં અનેક આશ્ચર્યોથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust