________________ કલ્યાણમંદિર સ્તંત્ર 31 પ્રભુની ઓળખ જ થતી નથી, અને પરિચય પણ જરાય થત નથી. દિનબંધ ઘૂવડના બચ્ચાની દશા સૂર્યના રૂપને જાણવા માટે જેવી થાય છે તેવી કર્મથી ઘેરાયેલા જીરની દશા પ્રભુને જાણવા બાબત થાય છે. તે પ્રભુના રૂપને જરા પણ જાણું કે અનુભવી શકતા નથી. આ કડીમાં જેને મેહુ તૂટ્યો હોય તેવા જીવની વાત આચાર્યજી કરે છે. જે જીવે પ્રભુના શરણમાં આવી પિતાને નડતે મોહ તોડ્યો છે તે જીવ પ્રભુની ઓળખ અને પ્રભુના ગુણોને અનુભવ પામે છે. પ્રભુમાં કેવા કેવા ગુણો છે તેની ઝાંખી તેને થાય છે, આથી પેલાની અપેક્ષાએ મોહ તેડેલ જીવ પ્રભુના ગુણ ગાવામાં વધુ સમર્થ કહી શકાય. આ જીવની પણ પ્રભુગુણ ગણવા બેસે ત્યારે કેવી દશા થાય છે, તેને અહેવાલ અહીં વિચારવા મળે છે. " પ્રભુની ઓળખ અને પ્રભુના ગુણને પરિચય પામેલે જીવ જ્યારે પ્રભુના ગુણે સંભારવા બેસે છે ત્યારે તેને પોતાની મર્યાદાને લક્ષ થાય છે. પોતે મેહને તોડ્યો તેથી ભક્ત પ્રભુના કેટલાક ગુણે પિતામાં પ્રગટેલા અનુભવી શકે છે અને તે પરથી પ્રભુના અનંત ગુણેની ઝાંખી તેને થાય છે. થોડો મોહ તેડતાં આટલા ગુણે પોતામાં પ્રગટ્યા તે અનુભવથી, સંપૂર્ણ મેહને નાશ કરનાર પ્રભુમાં કેટલા ગુણ હોય તેને લક્ષ આ ભક્તને થાય છે, અને એ રીતે તેને પ્રભુના ગુણોને પરિચય પણ થાય છે. એ અનુસાર જ્યારે તે પ્રભુના એક પછી એક ગુણો કમથી સ્મૃતિમાં લેવા અને જણાવવા પ્રયત્ન કરે છે ત્યારે, તેમ કરવામાં તેનું આખું આયુષ્ય પૂર્ણ થઈ જાય તે પણ પ્રભુના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust