________________ પ્રકાશકના બે બોલ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ રચિત “કલ્યાણમંદિર સ્તોત્ર” ઉપર 3. સયુ આર. મહેતાએ કરેલું વિવેચન પ્રકાશિત કરી ભવ્ય જનોના કરકમળમાં મૂકતાં અમને આનંદ થાય છે. વિવેચકના શબ્દોમાં કહીએ તો “આ સ્તોત્ર ખૂબ જ પ્રભાવશાળી છે. જે કઈ આ સ્તોત્રને ભક્તિપૂર્વક નિયમિત પાઠ કરે તે અવશ્ય કલ્યાણને–આત્મકલ્યાણને પ્રાપ્ત કરે, એ મહિમા આ સ્તોત્રનો છે, એટલે કે ભક્તિ રહસ્યથી ભરપૂર એવે મોક્ષમાર્ગ પ્રકાશિત થયે છે.” આ સ્તોત્રના પાઠથી સર્વને ઉત્તમ લાભ પ્રાપ્ત થાઓ એવી પ્રભુ પ્રાર્થના છે. simi .s. LEM.M.S. Jun Gun Aaradnak Trust