________________ 11 કલ્યાણમંદિર સ્તોત્ર પ્રસિદ્ધ સંવત્સર પ્રવર્તક વિક્રમાદિત્યના નહિ, પણ ગુપ્તવંશી રાજા, બીજા ચંદ્રગુપ્તના સહવાસી માનવામાં હરક્ત લાગતી નથી, કારણ કે આ રાજા ઘણું પ્રસિદ્ધ હતા અને વિક્રમાદિત્યની ઉપાધિ ધરનારા હતા. | ગમે તેમ હો પણ શ્રી સિદ્ધસેન દિવાકરનો સમય વિકમની ચેથી પાંચમી સદી પછી તે નહિ જ હોય, કેમકે એમના યુગપદુપગઢયવાદનું જૈન આગમોની પ્રાચીન ચૂણિઓમાં નિરાકરણ કરવામાં આવ્યું છે. અને વિક્રમની સાતમી સદીના ટીકાગ્રંથ નિશિથર્ણિમાં આઠથી દશ સ્થળે “સિદ્ધસેણ ખમાસમણ” અને “સિદ્ધસેણાયરિય” એ નામથી ઉલ્લેખ થયેલું છે. એ ઉલ્લેખ પરથી એ સ્પષ્ટ જણાય છે કે એમણે નિશિથસૂત્ર ઉપર ભાષ્ય અથવા તે જાતના ગાથાબદ્ધ વિવરણ ગ્રંથની રચના કરી હતી. નિશિથ ચૂર્ણિમાં એક સ્થળે તે શ્રી સિદ્ધસેને નિપ્રાભૃતના પ્રયોગથી ઘેડા બનાવ્યાનો ઉલ્લેખ પણ મળી આવે છે, તેથી તેઓ ચેથી-પાંચમી સદીના વ્યક્તિ હોવાનું વિશેષ યંગ્ય લાગે છે. કારણ કે અન્ય ભાષ્યકારો પણ એ જ અરસામાં થયેલા છે. :: આમ શ્રી સિદ્ધસેન દિવાકરને ચક્કસ સમય નિર્ણિત કરવામાં કેટલીક અસંદિગ્ધતાઓ જણાય છે. અને તેમ બનવામાં આપણે જોયું તેમ જૈન મુનિઓની કીર્તિ આદિ પરત્વે દષ્ટિ ન રહેતાં માત્ર આત્મા ભણું જ દષ્ટિ રહેતી અર્થાત્ આત્મા પાસે અન્ય સર્વની ગૌણતા એ વૃત્તિ મુખ્ય કારણભુત જણાય છે. . * . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust