________________ કલ્યાણમંદિર સ્તોત્ર 239 સંસારી જીવને તેમના પરિભ્રમણમાંથી છોડાવવાના અતિ બળવાન અને પવિત્ર ભાવો ઘણા કાળ સુધી પ્રભુના અંતરમાં રમતા રહ્યા હોય છે, તેથી તેમને પુણ્યાનુબંધી પુણ્યને અતિ બળવાન જ ભેગો થાય છે, અને તેને ભગવટા માટે, તેમને 34 અતિશય સહિત અનેક પ્રકારનાં આ લેકનાં ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે. કેટલાય સુખનાં સાધન એવાં છે કે જે અન્ય જીવો પણ પામી શકે છે, પણ શ્રી તીર્થકર. પ્રભુને પ્રગટતાં 34 અતિ એ પ્રકારનાં છે કે તે સુખ શ્રી પ્રભુ સિવાય અન્ય કેઈને પણ પ્રાપ્ત થઈ શકતું નથી. આ પુણ્યપદવી આંગળીને વેઢે ગણી શકાય એટલા જ જીવોને પ્રાપ્ત થાય છે. આ અપેક્ષાથી સમજતાં જણાશે કે પ્રભુ એ પુણ્યને રહેવાના ઉત્તમ સ્થાનરૂપ છે. પુણ્યને જે વિશાળ જો તીર્થંકરપ્રભુ પાસે એકઠો થાય છે તે જ અન્ય કોઈ જીવ એકઠો કરી શકતું નથી, એ હકીક્ત સાબિત કરી જાય છે કે પ્રભુ એ પુણ્યને રહેવાના ઉત્તમ સ્થાનરૂપ છે. ' આચાર્યજી પ્રભુને કરુણા તથા પુણ્યને રહેવાના ઉત્તમ સ્થાન તરીકે ઓળખાવવાની સાથે યેગીઓમાં શ્રેષ્ઠ કહે છે. મન, વચન અને કાયાના પેગ ઉપર સંયમ લેવાને સફળ પુરુષાર્થ કરનાર યોગી કહેવાય. આ બધામાં શ્રી તીર્થકર પ્રભુએ ત્રણે વેગ પર અદ્ભુત સંયમ મેળવી લીધા છે. તેઓ મનેગ, વચનગ અને કાગ પર પૂર્ણ પ્રભુત્વ ધરાવનાર છે. વળી તેઓ યોગવિદ્યાના પૂરા જાણકાર હોવાથી, જે કંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust