________________ 238 કલ્યાણમંદિર તેત્ર શરણમાં આવનારને પણ તેઓ પિતા જેવા જ બનાવે છે. વળી જે જે મેળવવા યોગ્ય છે, તે તે સર્વ પ્રભુને પ્રાપ્ત કરી લીધું છે, તેઓ સર્વ સંપૂર્ણ બન્યા છે. આથી તેમને શરણમાં આવનાર પાસેથી કંઈ પણ પ્રાપ્ત કરવાની સ્પૃહા હોતી નથી, માત્ર જે કઈ શરણમાં આવે તેને પિતા જેવા મહાસમર્થ બનાવવાની પ્રવૃત્તિ નિસ્પૃહભાવે તેઓ કરે છે. આવી નિસ્વાથી પ્રવૃત્તિ જગતના અન્ય કેઈની હોતી નથી, આથી આ જગતમાં શરણું લેવા ગ્ય જે કઈ ઉત્તમ પાત્ર હોય તે તે શ્રી તીર્થંકરપ્રભુ જ છે. તેમના જેવા ઉત્તમ શરણદાતા આ જગતમાં બીજા કેઈ નથી તે વિશેષતાથી વિચારતાં સ્પષ્ટ થશે. આ જ કડીમાં આચાર્યજી પ્રભુને દયા તથા પુણ્યને રહેવાના ઉત્તમ સ્થાન રૂપે ઓળખાવે છે. “સ્થળ કરુણા અને પુણ્ય જ તણા.” શ્રી પ્રભુમાં જેટલા પ્રમાણમાં કરુણા તથા પુણ્ય રહેલાં છે તેટલા પ્રમાણમાં અન્ય કઈ આત્મામાં નથી. શ્રી તીર્થકરપદ એ પરમાર્થની ઊંચામાં ઊંચી પદવી છે. જ્યારે જગતના સમસ્ત જીને તારવાના ભાવ હૃદયમાં અમુક સમય સુધી રમે છે, અર્થાત્ વધુમાં વધુ કરુણ હૃદયમાં ઉત્પન્ન થાય છે, ત્યારે જ તીર્થકર નામકર્મ ઉપાર્જન થાય છે. જગતનાં દુઃખમાં સબડતા સર્વ જીવોને મુક્ત કરવાની કરુણા હૃદયને આવરી લે છે ત્યારે જ આ નામકર્મ બંધાય છે. એટલે કે શ્રી તીર્થકર પ્રભુમાં જેટલી કરુણા તેટલી બીજા કેઈ જીવમાં પ્રગટી શકતી નથી, અને જે જીવમાં એટલી કરુણું પ્રગટે છે તે તીર્થકર થાય છે. આમ શ્રી તીર્થકર પ્રભુ એ કરુણને રહેવાના ઉત્તમ સ્થાનરૂપ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust