________________ 233 તે જ તેનું થાય છે, જયા આવે છે. ભક્ત કલ્યાણમંદિર તેત્ર જુએ છે. પ્રભુ બાંધવ બન્યા નથી, કારણ કે પૂર્વે પિતે પ્રભુને સાંભળ્યા નથી, પૂજ્યા નથી, નીરખ્યા નથી, અને જે કંઈ ડું ઘણું કર્યું હશે તે ભાવરહિતપણે કરેલું છે. જો આ બધુ ભાવ સહિત કર્યું હોત તે જ તેનું સાચું ફળ પ્રાપ્ત થાત. પ્રભુનાં દર્શન, પૂજન ત્યારે જ ફળદાયી થાય છે, જ્યારે તેમને ખૂબ જ ભાવથી પિતાના અંતરમાં સ્થાપિત કરવામાં આવે છે. ભક્ત જે પ્રભુ પ્રતિ ખૂબ પ્રેમભાવ કેળવે, સાચે અર્પણભાવ આદરે અને પ્રભુને સર્વશ્રેષ્ઠ માની, તેમનામાં સાચી શ્રદ્ધા કેળવી, તેમને જ સહારે જીવનનાવ છોડી દે તે, પ્રભુ તેના સાચા તારણહાર બની, ભક્તને પિતા સમાન બનાવે છે. ટૂંકમાં બીજા શબ્દોમાં કહીએ તો ભક્તમાં પ્રભુ પ્રતિ જે પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા આવે તે જ પ્રભુને સાંભળવાનું, પૂજવાનું અને નિરખવાનું સાચું ફળ પ્રાપ્ત થાય છે. પ્રેમ, શ્રદ્ધા અને અર્પણતા દ્વારા જ પ્રભુને ભક્ત પિતાના હૃદયમાં સ્થાપી શકે છે અને હૃદયમાં વસી પ્રભુ ભક્તનાં દુઃખ નાશ કરે છે. જે પિતા પાસે નહોતા તેવા પ્રભુના વિયોગનું ઊંડું દુઃખ આ કડીમાં વ્યક્ત થયેલું છે. અને ભાવિમાં આવા વિષમ દુઃખના ભક્તા થવું ન પડે તે હેતુથી, પોતાના દોષ નિવર્તાવી, - પ્રભુને પિતામાં જ વસવા માટેની આવભરી વિનંતિ આચાર્યજી કરે છે. હૃદયના ઊંડાણમાંથી ઊઠતી તલસ્પર્શી વિનંતિ આ પછીની કડીઓમાં જોવા મળે છે. (38) - નાથ ! ટુરિવારનવરસ ! હે કારણ! તું વાઇથgયવસરે ! afશાનાં ! | " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust