________________ કલ્યાણમંદિર સ્તોત્ર 203 હોય છે. આમ સાચી પ્રભુભક્તિ જગાવવા માટે ભવ્યપણું હવું એ સૌથી અગત્યનો મુદ્દો છે, તે આચાર્યજી આપણને ચોથી પંક્તિમાં સ્પષ્ટપણે બતાવે છે. ભવ્ય જીવની ભક્તિ કેવા પ્રકારની હોવી જોઈએ તે તેમણે પહેલી ત્રણ પંક્તિઓમાં બતાવ્યું છે. ભવ્ય જીવ ભક્તિ તે કરે છે તે કોની ભક્તિ કરે છે? તે ભક્તિ ત્રણ લોકના નાથની” કરે છે. જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્રયુક્ત થઈને અડેલ બન્યા છે, કેવળજ્ઞાન તથા કેવળદર્શનના સ્વામી બન્યા છે, અને જેમના જ્ઞાનમાં ત્રણે કાળ તથા ત્રણે લેકનું સમયે સમયનું જ્ઞાન પ્રકાશિત થતું હોવાથી, જે કઈ શરણમાં આવે તેને તારવાનું સામર્થ્ય - પ્રગયું છે એવા ત્રણ લેકના નાથસ્વરૂપ સર્વજ્ઞ પ્રભુની ભક્તિ ભવ્ય જીવ કરે ત્યારે તે ધન્ય થાય છે. આવા સર્વજ્ઞ પ્રભુ સિવાયના અન્ય કોઈ જીવની ભક્તિ કરવામાં આવે છે, એ જીવની અહીંથી પ્રાપ્ત થતી ધન્યતાની અપેક્ષાએ ન્યૂન ધન્યતા પ્રાપ્ત થાય છે. તેમ થવાનું કારણ સહેજે સમજી શકાય તેવું છે. જીવ જેને હૃદયપૂર્વક ભજે તેના જે તે થાય તે સિદ્ધાંત છે. જેની ભજના થતી હોય, તેની પાસે જેટલું હોય તેટલું જ તે ભજનારને આપી શકે છે, વિશેષ નહિ. આથી પરમાર્થે જે સત્કૃષ્ટ હોય તે જ સર્વોત્કૃષ્ટ સમૃદ્ધિ આપી શકે, અન્ય કે, તે સમાન સમૃદ્ધિ આપી શકે નહિ. આમ જેની પાસે સર્વજ્ઞપણું ન હોય તેને ભજવાથી સર્વજ્ઞાપણું પ્રાપ્ત કરી શકાતું નથી. તેની ઉણપ તેના ભજનારમાં પણ અમુક અંશે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust