________________ 202 કલ્યાણમંદિર તેત્ર ચિતાર આપ્યા પછી, એ બંનેમાં પ્રભુને પૂજનાર વ્યક્તિ ધન્ય છે, એ બતાવતાં આચાર્યજી આ કડીમાં જણાવે છે કે, “હે ત્રિલેકનાથ! જે ભવ્યજનો આ પૃથ્વીને વિશે અન્ય તમામ કાર્યો છેડીને, ભક્તિના ઉલ્લાસથી રોમાંચિત બની, ત્રણે કાળ આપનાં ચરણકમળનું યથાશાસ્ત્ર આરાધન કરે છે, તેમને ધન્ય છે.” આચાર્યજીના અભિપ્રાય પ્રમાણે તે જીવે ધન્ય છે કે જે જીવે અન્ય સર્વ કાર્યો છેડીને, ભક્તિના ઉલ્લાસથી માંચિત બની, સદાય-નિરંતર શ્રી સર્વજ્ઞ પ્રભુનાં ચરણકમળની સેવા કરે છે. જે જીવ આવી રીતે સાચા ભાવથી પ્રભુને ભજે છે, તે જીવ ભવ્ય હોય છે. ભવ્ય એટલે અમુક કાળ પછી મુક્તિમાં-માક્ષમાં જવાવાળો, અર્થાત્ જેના સંસારને અંત છે તે. અભવ્ય જીવને પ્રભુની સેવા–ભક્તિ કરવાના સાચા ભાવ થતા નથી, એ જે કંઈ થાય છે તે ઉપરછલ્લા અથવા તે લેકેને બતાવવા પૂરતા. અથવા તે સંસારના સુખની ઇચ્છાથી જ ભક્તિ કરવાના ભાવ તેને જાગતા હોય છે, સંસાર અને સંસારના દુખેથી છૂટવાના ભાવ અભવીને સંભવી શકતા નથી, જેથી સાચી પ્રભુભક્તિ તેને જાગતી નથી. આથી આ જીવ પ્રભુની સેવા-ભક્તિ કરે છે તે પણ તેને આત્માર્થે કશે લાભ થતું નથી. માત્ર પુણ્યોપાર્જન થવાને કારણે સંસારસુખની પ્રાપ્તિ તેને થાય છે. આમ અભવીને ક્યારેય પ્રભુભક્તિની ધન્યતા પ્રાપ્ત થતી નથી. એ ધન્યતા માત્ર ભવ્ય જીવને જ મળે છે કારણ કે ભક્તિના પરિણામ રૂપે તેને સંસારનાશ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust