________________ 200 કલ્યાણમંદિર સ્તોત્ર ઉપયોગ કરી તેમણે તટસ્થતા અને અડોલપણું જાળવી રાખ્યાં. આ જ પ્રમાણે જે કોઈ જીવ પિતાને મળેલી સ્વતંત્રતાને ઉપગ આત્માને સ્થિરભાવ જાળવી રાખવામાં કરે છે તે અલ્પકાળમાં શુદ્ધ બુદ્ધ અને મુક્ત થાય છે. બીજે પશે, જે મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવામાં આવે તે, કમઠની જેમ અનંતાનુબંધી કર્મની જાળમાં ફસાઈ, અનંત પ્રકારનાં દુઃખને ભેગવતે ભેગવત કાળ નિર્ગમન કરે, અને કાળે કરીને સ્વતંત્રતા ગુમાવી અણી પણાને પ્રાપ્ત થાય; જ્યાં તે સુખ કે શાંતિનું સ્વપ્ન પણ પામે નહિ. આથી આ બેમાંથી કઈ રીતે વર્તવું તે જીવે પિતે નક્કી કરવાનું છે. જે સત્ય માર્ગે ચાલે તે ત્વરાથી છૂટે, અવળા માર્ગે ચાલે તે કર્મ પાશમાં બંધાય. જે પ્રકારનું પરિણામ જોઈતું હોય તે પરિણામે વર્તવું. કમઠ તથા પ્રભુ બંનેનું વર્તન તથા પરિણામ બતાવી આચાર્યજી મૌન થાય છે. કેમ વર્તવું તેવી સલાહ આપતા નથી, પણ પરિણામ પરથી જ જીવે પિતાની સ્વતંત્રતાનો ઉપયોગ કરી, પિતાનું વર્તન નક્કી કરવું, એ બેધ અહીં સુધીની કડીઓમાંથી ફલિત થતે જોઈ શકાય છે. પ્રથમની ત્રીસ કડીઓમાં જેઓ શુભ ભાવ કરે છે, પ્રભુના આશ્રયે તથા પ્રભુની આજ્ઞામાં રહે છે, પ્રભુ જે માર્ગે ચાલ્યા તે માર્ગે ચાલે છે તેના પરિણામ રૂપે કેવા કેવા શુભ સંજોગોની પ્રાપ્તિ થાય છે, કેવી કેવી સાતાને ભેગવટો કરવાને આવે છે, તથા તે કેવી રીતે મુક્તિને પામે છે તેને આપણને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust