________________ કલ્યાણમંદિર તેત્ર 19 પ્રભુમાં તેને સફળ પ્રતિકાર કરવાની શક્તિ આવી ગઈ હતી, તેમ છતાં આવેલા સંજોગો તથા ઉદન નિમિત્તને વશ ન થતાં, પ્રભુએ પોતાને મળેલી આત્માની સ્વતંત્રતાને ઉપગ કરી, પિતાને સ્થિરભાવ જાળવી રાખે. પરિણામે કર્મની બળવાન નિર્જરા થવાથી અલ્પ ગાળામાં પિતાના આત્માને પ્રભુએ વિશુદ્ધ કર્યો. જે મળેલી સ્વતંત્રતાનો તેમણે ઉપયોગ ન કર્યો હોત અને સંજોગોના દબાણ અનુસાર રાગદ્વેષને વશ થઈ કમઠને પ્રતિકાર કર્યો હોત તે તેમ થઈ શકત. પણ તેમ કરવાથી અનેક નવાં કર્મબંધ પણ તેમને પક્ષે થાત. જે બધાં કર્મો ભોગવવાં માટે એટલો લાંબે ગાળે તેમને સંસારમાં રહેવું પડયું હતું, કારણ કે એ તે અબાધિત નિયમ છે કે સર્વ કર્મો ભોગવી લીધા સિવાય આત્મા મુક્ત થઈ શક્ત નથી. આમ સંજોગો ગમે તે હોય, પણ તેમાંથી છૂટવું કે ન છૂટવું અર્થાત્ નવીન કર્મોનાં બંધ કરવા કે ન કરવાં તે જીવની પિતાની સ્વતંત્રતા છે. અમુક સંજોગમાં આત્માએ અમુક જ રીતે વર્તવું એ કેઈ નિયમ નથી. એક જીવ બીજા જીવ પ્રત્યે અમુક પ્રકારનું વર્તન કરે તે સામે જીવ તે વર્તન પ્રતિ રાગ કરી શકે અથવા તે દ્વેષ કરી શકે અથવા તે નિરાગી બની તટસ્થ રહી શકે. પ્રત્યેક જીવ પિતાની દશા તથા પ્રગટેલા વીર્યના પ્રમાણમાં તે વર્તન વિશે ભાવ કરે છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું વીર્ય ઘણા મોટા પ્રમાણમાં ખીલેલું હતું, તેથી જે સંજોગમાં સામાન્ય જીવ આર્તધ્યાનમાં કે રૌદ્રધ્યાનમાં ચાલ્યા જાય, તે સંજોગમાં પણ સ્વતંત્રતાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust