________________ કલ્યાણમંદિર સ્તોત્ર 181 પ્રગટ થાય છે. આ સર્વ જ્ઞાનીઓને અભિપ્રાય છે. મેક્ષમાગમાં વિચરતા લગભગ બધા મુમુક્ષુઓને આ પ્રકારને અનુભવ થાય છે. આથી તે કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્ર એક પત્રમાં લખ્યું છે કે, “ભગવત્ મેક્ષ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ જણાય છે.” અને આ જ અનુભવ આપણે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિના મુખે પ્રગટતે જોઈએ છીએ. " આ કડીની બીજી પંક્તિને વિચાર કરીએ છીએ તે તેમાં પણ લેષ અલંકાર દ્વારા આવી ચમત્કૃતિ રચાયેલી જોવા મળે છે. બીજી પંક્તિમાં અક્ષર શબ્દ દ્વિઅર્થી છે, અને સાથે સાથે લિપિ શબ્દ પણ બે અર્થવાળો છે. અક્ષર એટલે (1) વાણીને કલમમાં ઉતારવા માટે વપરાતી લાક્ષણિક આકૃતિઓ જે સર્વના અમુક ચોકકસ વનિ નક્કી કરેલાં છે; અને (2) જેને નાશ નથી તેવા મોક્ષસ્વભાવી. લિપિ એટલે (1) અક્ષરે લખવા માટે નિશ્ચિત કરાયેલે આકૃતિને મરોડ અને (2) કર્મલપ. બંને શબ્દના પ્રથમ અર્થ લઈ બીજી પંક્તિ વિચારીએ તે તેમાંથી વિરોધ દર્શાવતે ભાવાર્થ નીકળે છે. જુઓ. “હે ઈશ્વર ! આપ અક્ષર છે તથાપિ લિપિથી રહિત છે.” અક્ષર હંમેશાં લિપિમાં જ લખાય. આથી કોઈ પણ મરેડદાર અક્ષર લિપિ રહિત હોઈ શકે નહિ. એક અક્ષર જુદી જુદી લિપિમાં લખી શકાય, પણ લિપિ સિવાય અક્ષર સંભવી શકે નહિ. આમ અક્ષર અને લિપિના વાણીને લગતાં અર્થ લેતાં આપણે મુસીબત વધી પડે છે. અને આચાર્યજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust