________________ 180 કલ્યાણમંદિર સ્તોત્ર થાય છે. આ અર્થ એગ્ય લાગે છે. આમ શ્લેષ અલંકાર રચી વિધિ અને તેનું શમન બંને એક જ પંક્તિમાં સમાવી દીધાં છે. પ્રથમ પંક્તિમાં આચાર્યજી શ્રી પાર્શ્વનાથ પ્રભુને વિશ્વેશ વિશ્વના ઈશ તરીકે ઓળખાવે છે તે એગ્ય જ છે. આ સૃષ્ટિના સમસ્ત છે જે પ્રભુના શરણમાં આવે છે, તે સર્વને તારવાની શક્તિ પ્રભુમાં પ્રગટી ચૂકી છે. તે હેતુએ વિચારતાં પ્રભુ વિશ–વિશ્વના શ્રેષ્ઠ સામર્થ્યવાન આત્મા જ છે તેમાં સંદેહ રહેતું નથી. એ જ રીતે આચાર્યજી પ્રભુને જનપાલક તરીકે પણ સંબંધે છે. જે જે જગતનાં અનેક પ્રકારનાં દુઃખે તથા કોથી છૂટવા પ્રભુનાં શરણમાં આવે છે, તે સર્વને હાથ ગ્રહી, તેમને સાચે રસ્તે આગળ વધારી, સર્વ દુઃખેથી મુક્ત કરાવી, શુદ્ધ, બુદ્ધ અને ચૈતન્યઘન બનાવે છે. પ્રભુનાં આ કાર્યને અનુલક્ષતાં જણાય છે કે તેઓ સાચે સાચા અર્થમાં જનપાલક છે. તેમના વિના જનેને મનુબેને દુઃખથી સર્વથા કેઈ પણ છોડાવી શકતું નથી. આવા મહા સામર્થ્યવાન પ્રભુ દુઃખે કરીને જાણી શકાય એવા છે. પ્રભુમાં આટલાં સામર્થ્ય, શક્તિ અને ગુણો હોવા છતાં તેઓ બધાને સહેલાઈથી મળતા નથી. તેઓ લેકે પાસે પિતાનાં સત્ય સ્વરૂપે સહેજે પ્રગટ થતાં નથી. તેઓ તો તે બધાથી દૂરનાં દૂર વસે છે. જેમને પ્રભુને પામવાની અત્યંત તાલાવેલી પ્રગટી હોય, અને એ માટે અતિ ઉગ્ર પુરુષાર્થ પ્રવર્તતે હોય તેવા પાત્ર છ સમક્ષ પણ પ્રભુ દુર્લભતાએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust