________________ 150 કલ્યાણમંદિર સ્તોત્ર સહિત બન્યા છે તે પ્રભુને ભજવાને આદેશ છે. “આવી ભજે આ નાથને.” પ્રમાદ તજીને ભજવું એટલે શું ? ભજવું એટલે પ્રભુપ્રતિને અર્પણભાવ કેળવ અને હુંપણનો ત્યાગ કર. જેમ જેમ પ્રભુ પ્રતિના અર્પણભાવ વધતા જાય છે તેમ તેમ જીવની દશા ઉર્ધ્વગામી બનતી જાય છે. એટલે કે આત્મા પિતે પિતાને સ્વભાવ પ્રગટાવતે જાય છે. અને પ્રમાદ ત્યાગી પ્રભુને ભજવાને આદેશ દેવદુંદુભિ આપતા જણાય છે ત્યારે તેઓ પ્રભુને “નાથ” તરીકે ઓળખાવે છે, તે સૂચક છે. “નાથ” એટલે શરણ ન હોય તેને શરણ આપનાર, આત્મદશામાં આગળ વધવા માટે પ્રેરણા આપનાર, તથા જે માગે જવાનું હોય તે માર્ગે દોરી-સંચાર કરનાર. સંસારમાં પણ “નાથ” શબ્દ “સ્વામી” અથવા “માલિક”ના અર્થમાં વપરાય છે. જે માલિક હોય તે ખાવાનું, પીવાનું, હરવાનું, ફરવાનું બધું નિયંત્રણ કરતા હોય છે, અને માલિકની સૂચના અનુસાર જ તેના આશ્રયે રહેનારે વર્તવાનું હોય છે. આ જ પરિસ્થિતિ પરમાર્થે પણ સમજવા યોગ્ય છે. પ્રભુને નાથ” રૂપે વર્ણવ્યા છે એટલે કે પ્રભુ એ માલિક છે અને ભક્ત તેના પ્રત્યે અર્પણભાવ કેળવી, સ્વને ત્યાગ કરી રહેવાનું છે. પ્રભુને મન, વચન અને કાયાને પૂર્ણ પણે સેંપી, પ્રભુની અર્પણભાવે ભક્તિ કરવાનો અનુરોધ થયેલ છે. આમ કરવાથી જીવને સ્વચ્છંદ સંપૂર્ણ રધ પામે છે, અને તેનાં મન, વિચન, કાયાને દેરીસંચાર શ્રી પ્રભુ એવી રીતે કરે છે કે જીવનાં કર્મો અત્યંત ઝડપથી ક્ષય થતાં જાય છે. આ સુંદુભિઓ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust