SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્યાણમંદિર સ્તોત્ર 147 દેશનાની આગાહી રૂપે દેવે જે દેવદુંદુભિ વગાડે છે તેનું ચિત્ર ખડું થાય છે. અને તેઓ પોતે જાણે પ્રત્યક્ષપણે દેવદુંદુભિ સાંભળતાં હોય એવું અનુભવ કરતા જણાય છે. આ દુંદુભિએ આખા જગતને કે સંદેશો આપે છે તે જણાવતાં આચાર્યજી આ કડીમાં કહે છે કે, “હે દેવ ! હું એમ માનું છું કે દેવતાઓ, સમવસરણ વખતે જે દેવદુંદુભિ વગાડે છે તે આકાશને વિશે ગર્જના કરતા શબ્દો વડે આ સમગ્ર ગ્રંકને એમ જણાવે છે કે “હે ત્રિલેકના પ્રાણીઓ! તમે પ્રમાદ છોડીને, મોક્ષપુરીને વિશે જતા આ પાર્શ્વનાથ વ્યાપારીને ભજે.” - જ્યારે જ્યારે શ્રી તીર્થકર પ્રભુની દેશના છૂટવાની હોય છે ત્યારે ત્યારે દેવલેકના દેવેને તેની જાણ અગાઉથી અવધિજ્ઞાન વડે થતી હોય છે. પ્રભુજીને ઉત્તમ બોધ જગતના ભવ્ય વેને પ્રાપ્ત થવાનો છે, એ જ્ઞાનથી દેવે ખૂબ ઉલ્લાસમાં આવી જાય છે. વળી જગતના વધુમાં વધુ છે પ્રભુની દેશનાનો લાભ લે તેવા ભાવ તેને જાગે છે. પિતાના એ ઉલ્લાસ તથા ભાવને વ્યક્ત કરવા દેવે પિતાનાં વાજીંત્ર-દેવદુંદુભિ વગાડે છે. આમ તેઓ પ્રસન્નતાની અભિવ્યક્તિ સાથે જગતના જીવને મળનાર દેશનાને શુભ સંદેશો આપે છે. ' આમ દેવે દેવદુંદુભિ વગાડીને જગતના જી પર ઉપકાર કરે છે, એટલું જ નહિ પણ તીર્થંકર પ્રભુનું બહુમાન પણ કરે છે. આ નાદ એ પ્રભુને અતિશય કહેવાય છે કારણ કે અન્ય કઈ જીવ માટે આવું બહુમાન દેવે કરતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036445
Book TitleKalyan Mandir Stotra
Original Sutra AuthorN/A
AuthorSaryu R Mehta
PublisherAsiatik Charitable Trust
Publication Year1978
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size150 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy